આણંદના બોરસદ પાસે વહેલી સવારે સ્કૂલ બસનુ અકસ્માત સર્જાયો

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

બોરસદ તાલુકાન ભાદરણમાં પાસે વહેલી સવારે સ્કૂલ-બસને અકસ્માત નડ્યો હતો, જેમાં સવાર બાળકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. અકસ્માતને લઈ અહીં લોકનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. બોરસદ પી. ચંદ્ર સ્કૂલની બસ બાળકોને લઈ શાળા તરફ જઈ રહી હતી. એ સમયે બોરસદ – ભાદરણ રોડ પર સ્કૂલ-બસના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા સ્કૂલ-બસ પલટી ખાઈ ગઈ હતી.પાસે આવેલ ખેતરમાં જઈ પડી હતી,જેને લઈ ગભરાઈ ગયેલાં બાળકોની ચિચિયારીએ વાતાવરણ ગંભીર કરી દીધું હતુ  આ અકસ્માતમાં ૪ જેટલાં બાળકને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે, જેમને ૧૦૮  એમ્બ્યુલન્સ દ્વારાનજીકની  હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સમયે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. વળી, અકસ્માતના સમાચાર સાંભળી વાલીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જ જાનહાનિ ન થઈ હોવાથી સ્કૂલ-સંચાલકો અને વાલીઓના શ્વાસ હેઠા બેઠા હતા. પ્રાથમિક તારણમાં ડ્રાઈવર દ્વારા વધુ સ્પીડે માર્ગમાં વળાંક લેવા જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!