કંપડવજ માહિતી ન આપતા અધિકારીને રૂપિયા પાંચ હજાર નો દંડ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
કપડવંજના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઓડિટ રિપોર્ટમાં બાંધકામ અને મહેકમ ખર્ચમાં ખામીઓ જણાતા અરજદાર દ્વારા પ્રધાનમંત્રીના પોર્ટલ પર ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં અધિકારી પાસેથી વિગત સમય મર્યાદામાં ન મળતા અરજદારે ફરી એકવાર ફરિયાદ કરતા રાજ્ય માહિતી કમિશ્નરએ જાહેર માહિતી અધિકારી- સંયુક્ત રજીસ્ટ્રાર લગતને પાચ હજારનો દંડ ફટકાર્યો હતો. શહેરની ખેતીવાડી ઉત્પન્ન થતા બાંધકામ અને મહેકમ ખર્ચના વર્ષ ૨૦૧૫-૧૬-૧૭ ના ઓડિટ રિપોર્ટમાં ગંભીર ખામી જણાતા અરજદાર અનંત પટેલ દ્વારા જાહેર માહિતી અધિકારી અને સંયુક્ત રજીસ્ટ્રાર લગત પાસે કાર્યવાહીની માંગ કરી હતી. અરજદાર દ્વારા પીએમ પોર્ટલ પર કરવામાં આવેલ ફરિયાદનો ૩૦ દિવસમાં નિકાલ કરવાનો હોય છે. છતા લાંબા સમય સુધી જાહેર માહિતી અધિકારી અને સ્પેશિયલ રજિસ્ટ્રાર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અરજદારે માંગલે માહિતી સમય મર્યાદામાં ન આપવામાં આવતા અરજદારે તા.૫ એપ્રિલ ૨૨ ના ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. જેમાં રાજ્ય માહિતી કમિશ્નર દ્વારા તા.૨૧- જાન્યુઆરી ૨૩ ના જાહેર માહિતી અધિકારી અને સંયુક્તરજીસ્ટ્રાર લગતને રૂ.૫ હજાર નો દંડ ફટકાર્યો હતો. તથા અરજદારને ૧૫ દિવસમાં કાર્યવાહીની વિગત વિના મૂલ્યેઆપવા અને ૧૫ દિવસમાં દંડની રકમ જમા કરાવવાનો હુકમ કર્યો હતો.