મહેમદાવાદના નેનપુર ટેલીફોન એક્સચેન્જ ને તસ્કરોએ નિશાન બનાવ્યું
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
મહેમદાવાદ નજીક નેનપુર ગામે બીએસએનએલ ટેલીફોન એક્સચેન્જમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. મધરાત બાદ જ તસ્કરોએ ચોરી કરી ફરાર થઇ ગયા. નડિયાદ શહેરના પટેલીયા પોળમાં
રહેતા નિલય હરેશકુમાર શાહ પોતે ખેડા બીએસએનએલ ઓફીસમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે લાઈનમેન તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ કામ કરે છે.મહેમદાવાદ બીએસએનએલ ની કચેરીમાં શુક્રવારે સવારના ફરજ પર હાજર હતા તે વખતે તેમને જાણ થઈ હતી કે, નેનપુર એક્સચેન્જમાં ફોલ્ટ બતાવે છે જેથી નીલયભાઈ શાહ અને લાઈનમેન નરેન્દ્રસિહ ત્યાં જઈ તપાસ કરી હતી.તે દરમિયાન એક્સચેન્જનો બંને દરવાજા ખુલ્લા હતા અને દરવાજાના નકુચા પણ તૂટેલી હાલતમાં હતા. અંદર તપાસ કરતા ૨૪ નંગ એનર્જી લીડરના સેલ તેમજ ૨૧ નંગ એક્સચેન્જ કાર્ડ ગુમ હતા. જેની કુલ કિંમત રૂપિયા ૬૬ હજાર ૬૦૦ થાય કોઈ ઈસમે અહીયા રાત્રિના સમયમાં આ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે જુનિયર એન્જિનિયર નિલય શાહે મહેમદાવાદ પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.


