ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારાયો
દાહોદ તા.૨૬
ફતેપુરા તાલુકાના ડુંગર ગામેથી એક ૧૬ વર્ષીય સગીરાને મહીસાગર જીલ્લામાં રહેતા એક યુવકે સગીરાનું અપહરણ કરી લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજારી એક વ્યÂક્તને મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવા પામી છે.
મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં સીમલીયા ગામે રહેતા સુરેશભાઈ નાથાભાઈ તાવીયાડે ગત તા.૨૦.૧૨.૨૦૧૯ના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પોતાની પÂત્ન તરીકે રાખવા સારૂ પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ નાસી ગયો હતો. આ બાદ સગીરાની મરજી વિરૂધ્ધ સુરેશભાઈએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાે હતો અને રંજન નામક વ્યÂક્તને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
આ સંબંધે બળાત્કાર તેમજ અપહરણનો ભોગ બનેલ ૧૬ વર્ષીય સગીરાએ આ સંબંધે ફતેપુરા પોલસી મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આભાર – નિહારીકા રવિયા