વસંત મસાલા પરિવાર દ્વારા ડૉ.હેડગેવાર સેવા સમિતિના સહયોગથી વસંત પંચમી નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરાઈ
પંકજ પંડિત ઝાલોદ
બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ 05-02-2023 રવિવારના રોજ વસંત મસાલા પરિવાર દ્વારા ડોક્ટર હેડગેવાર સેવા સમિતિના સહયોગથી વસંત પંચમી નિમિત્તે વસંત બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ઝાલોદ ખાતે જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૨KG ખાંડ, ૩KG જીરાસર ચોખા, ૧ લીટર તેલ, ૧ લીટર હેન્ડવોશ, ૧ લીટર ફિનાઈલ, ૧ નંગ ટોયલેટ બ્રશ, ખજૂર, તલ, ખોપરું વિગેરે આપવામાં આવ્યું આ પ્રોગ્રામ બ્રહ્માકુમારીઝ સેન્ટર ઝાલોદ ખાતે તારીખ ૦૫-૦૨-૨૦૨૩ રવિવારના રોજ સવારે ૦૯.૩૦ વાગે કરવામાં આવ્યો હતો જેમાં બ્રહ્માકુમારી શહેરાના રતન દીદી દ્વારા સુંદર પ્રવચનો આપવામાં આવ્યા હતા અને કીટ વિતરણ પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો જેમાં 210 થી વધુ પરિવારને કિટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં વ્યક્તિ નો આખો સ્ટાફ તેમજ ડાયરેક્ટ ચંદ્રકાંતભાઈ ભંડારી અને અલ્પેશભાઈ ભંડારી પણ હાજર રહ્યા હતા અને તેમને પણ બધાને સંબોધન કર્યું હતું અને સ્વાગત કર્યું હતું અને છેલ્લે નાસ્તાની વ્યવસ્થા પણ બ્રહ્માકુમારી દ્વારા કરવામાં આવી હતી વાહ સેવાના અનેક કાર્યો વસંત મસાલા દ્વારા કરવામાં આવે છે તે ખૂબ જ આવકાર્ય છે.