વિવિધ રોગોના તજયજ્ઞો દ્વારા વિશાળ સ્વાસ્થ્ય નિદાન કેમ્પ યોજાયો
વિવિધ રોગોના તજયજ્ઞો દ્વારા વિશાળ સ્વાસ્થ્ય નિદાન કેમ્પ યોજાયો
દાહોદ શહેર ની ઠક્કરબાપા પ્રાથમિક શાળા ખાતે અદિક્યુરા સુપર સ્પેશિયાલિટી,વડોદરા. રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,દાહોદ નાં સહયોગ થી દાહોદ નાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ નો પ્રારંભ કરાવ્યો હતો. વિશાળ સ્વાસ્થ્ય નિદાન કેમ્પ માં વડોદરા નાં ડો.અર્પણ દેસાઈ(કાર્ડીઓલોજિસ્ટ) ,ડો.હિતેન પટેલ (વાસ્ક્યુલર સર્જન), ડૉ. એસલ પરમાર(ગેસ્ત્રોલોજી), ડો.હિરેન પરીખ(ફેફસા નારોગ નાં વિશેષજ્ઞ), સુરભી કાપડિયા(ઓપથલ મોલોજિસ્ટ), ડૉ.આશિષ દેસાઈ(ન્યુરો સર્જન) ડૉ.ચિરાગ પટેલ(ઓર્થોપેડીક), ડો. મીનલ પાટીલ(જનરલ સર્જન), ડૉ.હેતલ પરમાર(પેટ,લીવર નાં વિશેષજ્ઞ) ઉપસ્થિત રહી દર્દીઓ ની સારવાર , નિદાન અને સલાહ સૂચનો વિના મૂલ્યે આપ્યા હતા. આ કેમ્પ માં 101 લાભાર્થીઓ એ લાભ લીધો હતો. કેમ્પ માં દાહોદ ગ્રામ્ય નાં મંડલ પ્રમુખ મુકેશભાઈ લબાના, રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ નાં સેક્રેટરી હીરાલાલ સોલંકી,રોટરી સદસ્યો શબ્બીર નગદી,રતનસિંહ બામણિયા,દેવા ભાઈ રાઠોડ,હુસેનભાઇ મુલ્લાં મીઠા,કાલિદાસ ગાંધી, વીણાબેન પલાસ અને વ્હોરા સમાજ ના અગ્રગણ્ય કુતબુદ્દીન પારાવાળા ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમ ની તમામ વ્યવસ્થા અમિતભાઈ દવે ,હર્ષલ પંચાલ, ઉત્તપલ દવે એ કરી હતી.શાળા ના આચાર્ય દેવેન્દ્ર પંચાલે કેમ્પ ને સફળ બનાવવા તમામ પ્રકાર નો સહયોગ આપ્યો હતો.