આખડોલ કેનાલ પાસે લોડીંગ રીક્ષામાં વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો


નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

આખડોલ કેનાલ પાસે લોડીંગ રીક્ષામાં વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

નડીયાદ રૂરલ સર્વેલન્સ ટીમને પેટ્રોલિંગ દરમ્યાન  બાતમી મળી હતી કે લોડીંગ રીક્ષા માં વિદેશી દારૂ મંગાવી તેની હેરાફેરી કરનાર છે બાતમીના આધારે આખડોલ કેનાલ પાસે વોચમાં હતા. તે દરમ્યાન લોડીંગ રીક્ષામાં  વિદેશી દારૂની અલગઅલગ માર્કાની શીલબંધ બીયર ટીન  નંગ-૨૪૦ જેની કિ.રૂ.૨૪ હજાર તથા  વિસ્કિના ક્વાટર  નંગ ૪૮ જેની કિ.રૂ. ૪ હજાર ૮૦૦ તથા એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૫ હજાર તથા એક સેમસંગ કંપનીનો સાદો મોબાઇલ જેની કિ.રૂ.૫૦૦ તથા બજાજ કંપનીની લોડીંગ રીક્ષા ની કિ.રૂ.૨ લાખ કુલ મળી રૂ.૨ લાખ ૩૩ હજાર ૫૦૦ સાથે પકડાયેલ ઇસમ રાયસીગ ઉર્ફે ભલો છગનભાઇ પરમાર રહે. બામરોલી આણંદ તથા સ્થળ ઉપરથી નાશીજનાર ઇસમ નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન લીસ્ટેડ બુટલેગર્સ રણજીત ઉર્ફે રંગો રમણભાઇ સોલંકી રહે.આનંદપુરા  કેરીયાવી ની વિરૂધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: