નડિયાદ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા, ભકતોનો મહેરામણ ઉમટ્યો

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

નડિયાદ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા, ભકતોનો મહેરામણ ઉમટ્યો

મંદિર પરિસરમાં જય મહારાજના નાદ સાથે ભકતોએ સાકર પ્રસાદી મેળવી

નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં રવિવારે ૧૯૨ મો પૂ. યોગીરાજ સંતરામ મહારાજ સમાધિ મહોત્સવ નિમિતે સંધ્યાકાળે દિવ્ય સાકર વર્ષનો ઉત્સવ ઉજવાયો હતો. સાકર વર્ષ પૂર્વે મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજે વર્ષમાં માત્ર એકવાર થતી દિવ્ય મહાઆરતી ઉતારી હતી. આરતી દર્શન અને સાકર વર્ષાનો લાભ લેવા ભકતોનોમહેરામણ ઉમટ્યો હતો. મંદિર પરિસરમાં જય મહારાજના નાદ સાથે ભકતોએ સાકર પ્રસાદી મેળવીને ધન્યતા અનુભવી હતી.નડિયાદ સંતરામ મંદિરમાં મહાસુદ પૂર્ણિમાના દિને રવિવારે સંતરામ મહારાજનો ૧૯૨ સમાધિ મહોત્સવ નિમિતેવિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી પરોઢે ૪.૪૫ કલાકે તિલક દર્શનનો લાભ મોટીસંખ્યામા ભક્તોએ લીધોહતો. આ ઉપરાંત મંદિરમાં ગાદી અને અખંડ દિવ્ય જયોતના દર્શનાર્થે આખોદિવસ અવિરત પ્રવાહ રહ્યો હતો.
જેમ સૂર્ય પશ્ચિમ તરફ ઢળતો ગયો તેમ તેમ મંદિરના પરિસર સહિત મંદિરની અગાશીઓમાં સૌ શ્રદ્ધાળુઓએ પોતાનુંસ્થાન મેળવી લઇને જય મહારાજનું સ્મરણ કરી રહ્યા હતા. મંદિરના પરિસરમાં સ્વયંસેવકો દરેક શ્રદ્ધાળુઓને સાકરવર્ષનો લાભ પ્રાપ્ત થાય તે માટે નિર્ધારિત ઉંચી જગ્યાએ સાકર અને કોપરાની પોટલી લઇને ગોઠવાઇ ગયા હતા. સાંજે૬ .૩૦ વાગે મંદિરના મહંત પૂ.રામદાસજી મહારાજ સહિત તમામ શાખા મંદિરના સંતો ગાદી મંદિર (સમાધિ સ્થાન )સામે ઉભો કરાયેલ ઉંચા એક પ્લેટફોર્મ ઉપર આવ્યા હતા. ત્યારે ચોતરફ ઉપસ્થિત જનમેદનીએ જય મહારાજજ્યમહારાજ ..ના અવિરત ગગનભેદી નારાથી મંદિરને ગજવી મૂકયું હતું. ત્યારબાદ પૂ. રામદાસજી મહારાજેદિવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ લકક આરતીના દર્શન સમયે સૌ શ્રદ્ધાળુઓ જાણે મંત્રમુગ્ધ બનીગયો હોય તેવું દિવ્ય વાતાવરણ જોવા મળ્યું હતું. મંદિરના મહત રનદાસજી મહારાજે સૌ પ્રથમ સાકરવર્ષા કર્યાબાદસંતોએ અને પછી સ્વયંસેવકોએ સૌ શ્રદ્ધાળુઓ ઉપર ભવ્ય સાકર વર્ષા કરી હતી. ૧૫૦૦કિલો સાકર અને કોપરૂ૫૦૦ કિલોની વર્ષાનો પ્રસાદ ગ્રહણ કરીને સૌ ભકતોએ ધન્યતા અનુભવી હતી. સાકર વર્ષ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: