ચુડા હાઈસ્કૂલના શિક્ષકને દિલ્હી ખાતે કબીર કોહીનૂર એવોર્ડ 2023 એનાયત થયો.
નીલ ડોડીયાર
ચુડા હાઈસ્કૂલના શિક્ષકને દિલ્હી ખાતે કબીર કોહીનૂર એવોર્ડ 2023 એનાયત થયો
તારીખ 5/2/2023 ના રોજ દિલ્હી ખાતે આવેલ ઇન્ટરનેશનલ આંબેડકર સેન્ટ્રલ હોલ, જનપથ રોડ ખાતે કબીર એવોર્ડ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમ્મુ કશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતી લઈને અરુણાચલ પ્રદેશ સુધીના વિભિન્ન રાજ્યોમાંથી પત્રકારો, વાદકો, સાહિત્ય, ઉત્કૃષ્ટ શિક્ષણ સેવા, સમાજસેવીઓ, ગાયકો, ફિલ્મ આર્ટીસ્ટો, લેખકો, નૃત્યકારો, હાસ્યકારો, રમતગમત, પ્રકૃતિવિદ્દો જેવા વિભિન્ન ક્ષેત્રોની અંદર અદ્રિતીય અને ઉત્કૃષ્ઠ પ્રદાન કરાયેલા વ્યક્તિઓને પસંદગી કરી કબીર કોહીનૂર એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ એવોર્ડ માટે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાની શ્રી સી.ડી. કપાસી હાઈસ્કૂલના શિક્ષક સુરેશભાઈ બાબુભાઈ ધોરિયાની પસંદગી ઉત્કૃષ્ઠ શિક્ષણ અને સમાજસેવીમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેશભરમાંથી સંતો, ભક્તો, મહંતો અને અગ્રિમ વ્યક્તિઓની ખાસ ઉપસ્થિત રહી હતી. જેમાં વિશ્વ શાંતિદૂત આચાર્ય ડૉ.લોકેશ મુનીજી મહારાજ, આચાર્યશ્રી 1008 શ્રી વિચારદાસજી મહારાજ, ભારતભૂષણ સંત શ્રી નાનકદાસજી મહારાજ, શ્રી શ્યામ જાજુજી, મહંત શ્રી સુધીર દાસ શાસ્ત્રી મહારાજજી, આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર બી. એલ. ગૌડ, ઝિમ્બામ્બેની બેબિસ્ટોન બાઇબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સૌરભ પાંડે, ઇંગ્લેન્ડના ડૉ. પરિન સોમાની વગેરે જેવા વિશિષ્ઠ મહાનુભાવોની ઉસ્થિતિમાં આ કબીર કોહિનૂર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડા હાઈસ્કૂલના સુરેશભાઈ બી. ધોરિયાને આ વિશિષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થતા સમગ્ર ઝલાવાડનું નામ રોશન કરી ગૌરવ વધારેલ છે.




