લીમખેડા જૈન સમાજ મા પુજયા શ્રી ભવ્યતાશ્રીજી મ.સા.નો બડી દીક્ષા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન.
રમેશ પટેલ સિંગવડ
ધર્મદાસ ગણ નાયક, આગમ વિશારદ, પ્રવર્તક પૂજય ગુરૂદેવ શ્રી જીનેન્દ્રમુનિજી મ.સા. ના પાવન નિશ્રા મા તથા પરમ પુજય સાધ્વી રત્ના પૂજયા શ્રી મધુબાલાજી મ.સા અને સાધ્વી રત્ના પૂજયા શ્રી સંયમપ્રભાજી મ.સા. આદિ ઠાણા ના પાવન સાન્નિધ્યમા આજરોજ તા. ૦૬/૦૨/૨૦૨૩ ના રોજ બડી દીક્ષા નો કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો.ગત તારીખ -૩૧/૦૧/૨૦૨૩ ના રોજ દાહોદ ખાતે રતલામ નિવાસી મુમુક્ષ સુશ્રી ભવ્યતાબેન ગાંધી એ યુવાન વયે મહાવીર ના માર્ગે ચાલી સંયમ અંગીકાર કરી ને જીનશાસન ની પ્રભાવના અને પોતાના આત્મોદ્વાર માટે અણગાર બની સંયમ ના માર્ગે ચાલી નીકળેલ, જે પૂજયા શ્રી સંયમપ્રભાજી મ.સા. ના શિષ્યા તરીકે ઘોષિત થઈ પૂજયાશ્રી ભવ્યતાશ્રી જી મ.સા. તરીકે નામાભિધાન થયેલ. જે નવદીક્ષિત પૂજયાશ્રી ભવ્યતાશ્રી જી મ.સા. નો જૈન ધર્માનુસાર નો બડી દીક્ષાનો કાર્યક્રમ લીમખેડા જૈન સમાજ ને પૂજય ગુરુદેવની અસીમ કૃપા થી પ્રાપ્ત થયો હતો. જે બડી દીક્ષાનો કાર્યક્રમ આજરોજ સંપૂર્ણ હર્ષોલ્લાસ સાથે ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમા સંપન્ન થયો હતો. આજના બડી દીક્ષાના કાર્યક્રમ મા ધર્મદાસ ગણ પરિષદ ના અધ્યક્ષ શ્રી વિનીતભાઈ જૈન – દાહોદ, યુવા સંગઠન ના અધ્યક્ષ શ્રી નિરજભાઈ તથા અન્ય પદાધિકારી ગણ તથા નવદીક્ષિત પૂજયાશ્રી ભવ્યતાશ્રીજી મ.સા. ના સાંસારીક પરીવારજનો તથા દાહોદ,લીમડી, ઝાલોદ,ગોધરા, રણધીકપુર, પીપલોદ, વડોદરા તથા મધ્યપ્રદેશ ના ઝાબુઆ, ઘાંદલા, મેઘનગર, રતલામ, પેટલાવદ, બામનીયા,ઈંદૌર, ખાચરોદ, નાગદા વિગેરે જગ્યાએ થી તથા રાજસ્થાન ના કુશલગઢ, બાંસવાડા ઈત્યાદિ જગ્યા એથી મોટા પ્રમાણ મા ગુરુભકતો ઉપસ્થિત રહી બડી દીક્ષા મહોત્સવ ના સાક્ષી બની ધન્યતા નો અનુભવ કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે, લીમખેડા એ પૂજયશ્રી ચંદ્રેશમુનિજી મ.સા. ની જન્મભૂમિ અને કર્મભૂમિ છે અને બડી દીક્ષા ના આ સમારોહ ના સમય મા પૂજય શ્રી ચંદ્રેશમુનિજી મ.સા. ની ઉપસ્થિતિ ના કારણે સમગ્ર લીમખેડા પંથકમા અનેરો ઉત્સાહ અને ભકિતભાવના માહોલ નુ નિર્માણ થયેલ છે.જેથી સમગ્ર નગરજનો એ આજના બડીદીક્ષા મહોત્સવમા ઉલ્લાસભાવ થી લાભ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ લીમખેડા ના તત્વાવધાન મા યોજોયેલ બડી દીક્ષા સમારોહ ને સળ બનાવવા માટે લીમખેડા નગર માંથી અને આસપાસ થી જે સહયોગ અને પ્રેમ તથા સાથ સહકાર મળ્યો છે તે માટે લીમખેડા જૈન સમાજ સર્વે શુભેચ્છકો, મિત્ર મંડળ નો અને તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ નો સમાજ વતી ચિરાગભાઈ શાહે હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે, અને સાથે પૂજય ગુરૂભગવંતોના દર્શન વંદન નો અને જનવાણી નો લાભ લેવા માટે જાહેર અનુરોધ કર્યો છે.


