પોકેટ કોપની મદદથી આઠ વર્ષથી ધરફોડ,ધાડ,લૂંટનાસતા ફરતારીઢા આરોપીનેઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ॰

છેલ્લા આઠ વર્ષથી ધરફોડ, ધાડ,લૂંટ તથા ધાનપુર પો.સ્ટે.રાયોટીંગના ગુનાઓમા નાસતા ફરતા આંતર જિલ્લાના રીઢા આરોપીને પોકેટ કોપની મદદથી ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

દાહોદ જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનેગારોને પકડી પાડવા માટે મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ દાહોદ જીલ્લા પોલીસને કડક સુચનાઓ આપેલ હતી જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે દરમ્યાન એલ.સી.બી., પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમીયાનાઓની સુચના મુજબના આજરોજ એલ.સી.બી.સ્ટાફની ટીમ ધાનપુર પો.સ્ટે.વિસ્તારમા કાર્યરત હતી તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમીયા, એલ.સી.બી.નાઓને બાતમી હકિકત મળેલ કે, ધાનપુર પો.સ્ટે.એ પાર્ટ.ગુ.ર.નં.૧૧૮૨૧૦ ૧૪૨૩૦૦૪૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૨૩,૧૪૩,૧૪૭,૧૪૯,૩૩૭,૫૦૪, ૫૦૬(૨) મુજબના ગુનામા સંડોવાયેલ તેમજ અમદાવાદ ગ્રામ્ય બોપલ પો.સ્ટે.ઘરફોડ ચોરીના ગુનાઓમા નાસતો ફરતો આરોપી મુકેશભાઇ કાળીયાભાઇ મોહનીયા રહે.ઉંડાર માળ ફળીયા તા.ધાનપુર જી.દાહોદનો કાલીયાવાડ, આંકોલ ચોકડી ઉપર ઉભેલ છે જે બાતમી હકિકત આધારે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી કરવા સારુ ધાનપુર પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે. આરોપી અમદાવાદ ગ્રામ્ય બોપલ પો.સ્ટે.ના નીચે મુજબના ગુનાઓમાં ના હોવાનુ જણાઇ આવેલ છે. ફ.ગુ.ર.નં.૨૫/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ, ફગુ.૨.નં.૧૨/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબન, ફ.ગુ.ર.નં.૨૧/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ આ કામે પકડાયેલ આરોપી અગાઉ જિલ્લા તેમજ જિલ્લા બહાર ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ તેમજ પ્રોહિબિશનના ગુનાઓમા સંડોવાયેલ છે કેવી રીતે પકડયો પોકેટ કોપ આમ, છેલ્લા આઠ વર્ષથી ઘરફોડ, ધાડ, લૂંટ તથા ધાનપુર પો.સ્ટે.રાયોટીંગના ગુનાઓમા નાસતા ફરતા આંતરજિલ્લાના રીઢા આરોપીને પોકેટ કોપની મદદથી ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!