પકડ વોરંટના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા.
અજય સાસી
ધાનપુર પો.સ્ટે.રાયોટીંગ તેમજ પકડ વોરંટના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ
દાહોદ જિલ્લામાં રાયોટીંગના ગુનાઓમા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ દાહોદ જીલ્લા પોલીસને કડક સુચનાઓ આપેલ જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી તે દરમ્યાન એલ.સી.બી., પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમીયા નાઓની સુચના મુજબના આજરોજ એલ.સી.બી.સ્ટાફની ટીમ ધાનપુર પો.સ્ટે.વિસ્તારમા કાર્યરત હતી તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમીયા, એલ.સી.બી.નાઓને બાતમી હકિકત મળેલ કે, ધાનપુર પો.સ્ટે.એ પાર્ટ. ગુ.ર.નં.૧૧૮૨૧૦ ૧૪૨૩૦૦૪૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૨૩,૧૪૩,૧૪૭,૧૪૯,૩૩૭,૫૦૪, ૫૦૬(૨) મુજબના ગુનામા સંડોવાયેલ આરોપી કલ્પેશ ઉર્ફે પટ્ટી પરશુભાઇ મોહનીયા રહે.ઉંડાર માળ ફળીયા તા.ધાનપુર જી.દાહોદનો કાલીયાવાડ, ચોકડી ઉપર આવનાર છે જે બાતમી હકિકત આધારે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ધાનપુર પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે. પકડાયેલ આરોપી નામદાર જયુ.મેજી.ફ.ક.સા.ની કોર્ટ ધાનપુરના સીસી.નંબર ૮૮૧/૨૦૨૨ તા.૨૧/૦૨/૨૦૨૨ ની મુદ્દતનુ પકડ વોરંટ ઇશ્યુ કરેલ હોય આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ આ કામે પકડાયેલ આરોપી અગાઉ જિલ્લામા લૂંટ તેમજ સરીગલ્લાઈ મારીના ગુનાઓમાં સંડોવાયેલ છે ને પકડાયેલ આરોપી અગા જિલ્લામાં આમ, ધાનપુર પો.સ્ટે.રાયોટીંગ તેમજ પકડ વોરંટના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.