કપડવંજમાં બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

કપડવંજ નગરમાં ઘાંચીવાડા વિસ્તારમાં રહેતા મોબીનભાઈ હાલ રાજકોટ ખાતે જજ તરીકે ફરજ બજાવે છે. તેઓ અવાર- નવાર કપડવંજ ખાતેના ઘાંચીવાડા વિસ્તારમાં આવેલ મકાનમાં પરિવાર સાથે આવે છે. તાજેતરમાં તા.૧૨ જાન્યુઆરી ૨૩ના રોજ કપડવંજ ખાતેના ઘરમાં આવ્યા હતા અને ૧૫-૧ના રોજ રાજકોટ જવા રવાના થયા હતા. જો કે તે બાદ તેમના ઘરમાં ચોરી થઈ હતી. જેમાં બંધ મકાનના દરવાજાનો નકુચો તુટેલો હતો. પડોશીઓ એ ઈમરાનભાઈને જાણ કરી તેમણે ઘરમાં પ્રવેશ કરી જોતા ઘરનો સામાન વેરવિખેર  પડ્યો હતો. ઘરમાં મુકેલી લોખંડની તિજોરી ખુલ્લી હતી. જેથી ઈમરાનભાઈએ તાત્કાલિક પોતાના પિતરાઈ ભાઈ મોબીનભાઈને જાણ કરતા તેઓ તેમની પત્ની સાથે તરતજ કપડવંજ આવી ગયા હતા.જો કે તેઓ અત્રે વધુ રહેતા ન હોય ચોક્કસ કેટલા દાગીનાની ચોરી થઈ છે જણાયું નથી. હાલ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તિજોરીમાં મુકેલા સોના- ચાંદીના દાગીના જેની કિં. રૂ. ૧ લાખ ૯૫ હજાર થાય છે, જેની ચોરી કરી  તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે ઈમરાનભાઈ ઈકબાલભાઈ શેખે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!