દાહોદ ટાઉન બી.ડીવીઝન પોલીસને પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢવામા સફળતા મળી.
નીલ ડોડીયાર
પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસ
મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી , ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના મુજબ તેમજ મહે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ નાઓએ દાહોદ શહેરમા અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્ત નાબુદ કરવા સારૂ આવી પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો ઉપર વોચ રાખી પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ સુચના આપેલ જે સુચના અન્વયે મે.મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદ નાઓએ પણ પ્રોહીબીશનના કેશો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ . જે અન્વયે સાહેબનાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એન.દેસાઇ દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટે પો.સ્ટેનાઓને બાતમી મળેલ કે એક સ્પેલન્ડર મો.સા નં . MP.45.MS.5823 નો ચાલક તેની પાસેના ઝોલામા પરપ્રાન્તીય બનાવટની દારૂની બોટલો લઇને દાહોદ ગોદીરોડ ચાકલીયા રોડ થઇ રામા હોટલ થઇ બસ સ્ટેન્ડ તરફ આવનાર હોવાની બાતમી મળતા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એન.દેસાઇ દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટેનાઓએ એસ.એમ .ઠાકોર પો.સબ.ઇન્સ તથા પો.સ્ટેના પોલીસ માણસોને બાતમી હકીકતથી વાકેફ કરેલ . જે બાતમી આધારે એસ.એમ. ઠાકોર પો.સબ.ઇન્સ તથા અ.હે કો અયુબભાઇ સીમોનભાઇ બ નં -૯૮૭ તથા અ.પો.કો લાલાભાઇ અબજીભાઇ બનં .૫૪૧ તથા અ.પો.કો. અનિલકુમાર સોમાભાઇ બ.ન -૧૧૩૨ તથા અ.પો.કો નરેન્દ્રભાઇ નુરાભાઇ બ.નં .૧૩૪૧ એ રીતેના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એન.દેસાઇ સાહેબનાઓને મળેલ બાતમી આધારે દાહોદ બસ સ્ટેન્ડ બહાર વોચમા હતા દરમ્યાન બાતમીવાળા ઇસમ સ્પેલન્ડર મો.સા નં . MP.45.MS.5823 લઇને આવતા સદર ઇસમને કોર્ડન કરી ઉભો રખાવી નામઠામ પુછતા પોતે પોતાનુ નામ શામુભાઇ તાનસીગભાઇ જાતે ભુરીયા ઉ.વ -૨૦ રહે , ગામ રામપુરા કુવા ફળીયુ તા.જી. ઝાબુઆ ( મ.પ્ર ) નો હોવાનુ જણાવેલ અને તેની પાસેના ઝોલામાથી ભારતીય બનાવટની Old Monk extra special xxx premium Rum 750 ml ની બોટલ નંગ -૨૦ ની કિ.રૂ .૧૮,૦૦૦ / – તથા Bagpiper delux whisky premium quality 180 ml ની બોટલો નંગ .૪૮ ની કિ.રૂ .૭,૨૦૦ / – તથા સ્પેલન્ડર મો.સા નં . MP.45.MS.5823 ની કિ.રૂ .૧૫,૦૦૦ / -ની ગણી કબ્જે લઇ કુલ કીંમત રૂા .૪૫,૨૦૦ / -ના મુદ્દામાલ સાથે પકડી સદરહુ ઇસમને અટક કરવામા આવેલ છે . આમ દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસને પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢવામા સફળતા મળેલ છે