મોબાઈલ ચોર ને ઝડપી પાડતી દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસ. 

અજય સાસી દાહોદ

મોબાઈલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી આરોપીને ઝડપી ચોરીમા ગયેલ મોબાઇલ ફોન રીકવર કરતી દાહોદ ટાઉન બી ડીવીઝન પોલીસ મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી , ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી , બલરામ મીણા સાહેબ દાહોદ , મે , મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારુ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ . જે સાહેબનાઓની સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી.એમ.એન.દેસાઇ સાહેબનાઓના નેજા હેઠળ એસ.એમ.ઠાકોર પો.સબ.ઇન્સ તથા એસ.એસ.આઇ સુરેશભાઇ તેરસિગભાઇ બ.નં -૧૦૦૬ તથા અ.હે.કો યુવરાજસિહ રણવીરસિહ બ.નં -૯૬૧ તથા અ.પો.કો નરેન્દ્રભાઇ નુરાભાઇ બ.નં -૧૩૪૧ નાઓ સીડીઆર / લોકેશન આધારે સંજેલી ખાતે જઇ મનિષભાઇ માનસીગભાઇ જાતે.ખાંટ ઉ.વ -૨૩ રહે . ગામ ગોવિંદા તળાઇ રામદેવ ફળીયુ તા.સંજેલી જી.દાહોદની તપાસ કરતા સદર મનિષભાઇ પાસેથી ચોરીમા ગયેલ OPPO કંપનીનો બ્લેક કલરનો મોબાઇલ ફોન મળી આવેલ . જે મોબાઇલ ફોનનો લોક ખોલી IMEI નંબર ચેક કરતા 864463062548330 નો જે મો.ફોન ચોરીમા ગયેલ તેજ હોવાનુ જણાઇ આવેલ જેથી સદર મનિષભાઇને મોબાઇલ ફોનથી ક્યાથી લાવેલ તે બાબતે પુછતા આજથી આશરે દોઢેક મહિના અગાઉ પોતે દાહોદ શહેરમા રતલામી હોટલની પાસે આવેલ મહાલક્ષ્મી કોમ્પલેક્ષમા આઇ.ટી.આઇ ફીટર ટ્રેડની ઓન લાઇન પરીક્ષા આપવા આવેલ તે વખતે પરીક્ષા આપી મહાલક્ષ્મી કોમ્પલેક્ષમા બીજા વિધ્યાર્થીના બેગમાથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ આમ દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટેનો અનડીટેકટ ગુનો ડીટેકટ થવા પામેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) મનિષભાઇ માનસીગભાઇ જાતે.ખાંટ ઉ.વ -૨૩ રહે . ગામ ગોવિંદા તળાઇ રામદેવ ફળીયુ તા.સંજેલી જી.દાહોદ મુદ્દામાલ : OPPO કંપનીનો બ્લેક કલરનો મોબાઇલ ફોન જેની આશરે કિ.રૂ -૧૭,૯૯૯ / ડીટેક થયેલ ગુન્હો આમ દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટેના પાર્ટ એ ગુ.ર.નં -૧૧૮૨૧૦૫૩૨૨૦૨૭૪ / ૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબના મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી આરોપી પાસેથી ચોરીમા ગયેલ મોબાઇલ ફોન ઓપ્પો કંપનીનો બ્લેક કલરનો જેની કિ.રૂ .૧૭,૯૯૯ / – નો રીકવર કરવામા દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસને સફળતા મળેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: