ફતેપુરા તાલુકો બન્યાને કેટલાય સમય વીતી ગયો છે.

સિંધુ ઉદય ન્યુસ

ફતેપુરા તાલુકો બન્યાને કેટલાય સમય વીતી ગયો છે ત્યારે ફતેપુરા તાલુકામાં આર્ટસ કોલેજ, આઈ.ટી.આઈ ૧૧, ૧૨ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની અલગ અલગ પ્રાઈવેટ તેમજ સરકારી સંસ્થાઓ આવેલી છે આ સંસ્થાઓમાં ફતેપુરા તાલુકાના આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યારે અભ્યાસમાં સરળતા પડે તેમજ અવરજવરમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા સરકારી એસટી બસ મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.ફતેપુરા તાલુકો રાજસ્થાનની સરહદે અઢીને આવેલો તાલુકો છે ત્યારે ફતેપુરાથી ૧૦ થી ૧૨ કિલોમીટર સુધીના બાળખોને ફતેપુરા તાલુકામાં અભ્યાસ કરવા આવવું પડતું હોય છે તદ ઉપરાંત ફતેપુરા તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીમાં વિવિધ કામ અર્થે મોટાભાગના લોકો આવતા હોય છે ત્યારે અંતરીયાળ વિસ્તારમાંથી કોઈપણ બસ રેગ્યુલર આવતી ન હોય તેમ જ અમુક જગ્યાએ બસની સુવિધા ન હોવાના કારણે લોકોને પ્રાઈવેટ વાહનોના સહારે આવુ પડચું હોય છે ત્યારે પ્રાઈવેટ વાહનોમાં મોટી સંખ્યામાં લોકો બેસાડીને અવરજવર કરતા હોય છે તે દરમ્યાન અવર જવર કરતા લોકોને જીવના જાેખમે પ્રાઈવેટ વાહનોમાં બેસવું પડતું હોય છે મન માનેલુ ભાડુ પણ ચુકવવું પડતું હોય છે ત્યારે સરકારી તંત્ર જાગે લોકો વધુમાં વધુ એસટી બસનો ઉપયોગ કરે તેવું સુચારૂ આયોજન કરીને સંતરામપુર તેમજ ઝાલોદ ડેપોમાંથી અલગ અલગ બસોની ફાળવણી કરીને અંતરવાળ વિસ્તારમાં બસો મુકવામાં આવે જેથી કરીને ફતેપુરા તાલુકાને જાેડતી બસ શરૂ થાય તો અપ એન્ડ ડાઉન કરતાં લોકોને સરળતા રહે તેમજ સમય અને ખર્ચબચે તો શાળામાં અભ્યાસ કરતા બાળકો સમયસર શાળાએ પહોંચે અને શાળા છુટ્યા બાદ સમયસર ઘરે પહોંચ મોટાભાગના પ્રાઈવેટ વાહનો પોતાના નંબરથી ચાલતા હોય છે વધુ પડતાં વાહનોના કારણે હેરાફેરી કરવામાં ઓછામાં ઓછા ટ્રીપ મળતી હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: