આજ રોજ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકા ખાતે જન જાગૃતિ અભિયાન
સિંધુ ઉદય ન્યુસ
આજ રોજ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર ગામ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ શિલ્પા યાદવ અને જિલ્લા રક્તપિત્ત અધિકારી શ્રી ડૉ.આર.ડી.પહાડીયાના માગૅદશૅન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવા ના મેડિકલ ઓફિસર શ્રી તથા લેપ્રસી સુપરવાઈઝર ની ઉપસ્થિતિ માં “સ્પર્શ”રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવા ના તમામ સ્ટાફ, આર.બી.એસ.કે.ટીમ,CHO ,આશા અને આશા ફેસેલીટર ની ઉપસ્થિતિ માં હાટબજાર ની અંદર ભવાઈ (નાટક ) ના અલગ અલગ રોલ પ્લે કરીને લોકલ ભાષામા લોકો ને સમજ પડે તે રીતે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો અને પત્રિકાઓ નું વિતરણ પણ કરવામાં આવ્યું જેથી કરી ને રક્તપિત્ત વિશે લોકો સમજે અને દર્દીઓ નું માન સન્માન વધે તે હેતુ થી તા -30 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી રક્તપિત્ત વિશે લોકોમાં જન જાગૃતિ ફેલાય તે માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર, સ્કૂલો, કોલેજ માં પ્રચાર -પ્રસાર માટે ભવાઈ તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન ખૂબજ પૂર જોશ માં આરોગ્ય તંત્ર દવારા ચાલવામાં આવી રહ્યું છે .




