કપડવંજથી નડિયાદ એસટીબસ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ ની માંગ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
કપડવંજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના રહીશો આણંદ તથા નડીયાદ ખાતે અભ્યાસ તેમજ નોકરી,ધંધા રોજગાર અર્થે અપડાઉન કરે છે પરંતુ વિધાનગરથી નડીયાદથી મહુધા, કઠલાલ તેમજ કપડવંજ રૂટ ઉપર હાલમાં કોઈપણ બસ સેવા ચાલુ નથી.આ રૂટ પર હાલમાં એક પણ બસ ચાલુ ન હોવાથી આ રૂટ ઉપર આવેલા તમામ નાના મોટા ગાંમડાના વિધાર્થીઓ તથા મુસાફરોને અપડાઉન કરવામાં મુશ્કેલી પડી રહી છે. કપડવંજથી નડિયાદ તરફની એસ.ટી.બસો સેવા શરૂ કરવા માગણી કરવામાં આવી જેમાં સૌથી વધારે કપડવંજ, કઠલાલ તેમજ મહુધા તાલુકાના આસપાસના ગામડાના મુસાફરોને વિધાનગર થી નડીયાદ,મહુધા, કઠલાલ તેમજ કપડવંજ અવર જવર કરવામાં ઘણી તકલીફો પડી રહી છે. દરરોજના મોટી સંખ્યામાં લોકો અપડાઉન કરે છે. જેથી કોલેજ તથા ઓફીસ ટાઈમ આવવા જવા માટે નિયમીત બસ ન હોવાથી ખાનગી વાહનોમાં વધારે ભાડું ચૂકવવું પડે છે.અને જોખમી મુસાફરી કરવાની ફરજ પડે છે.ત્યારે એસ.ટી.તંત્ર દ્વારા શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને અવર જવર માટે અનુરૂપ સમય મુજબની કપડવંજથી નડિયાદ તરફની એસ.ટી.બસો સેવા શરૂ કરવા મુસાફરો દ્વારા માગણી કરવામાં આવી છે.

