નડિયાદ સી બી પટેલ આર્ટ્સ કોલેજ હિન્દી વિભાગ દ્વારા નાટ્ય પ્રસ્તુતિ અને અતિથિ વ્યાખ્યાન નું આયોજન કરાયું

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

ધી નડિયાદ એજયુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કૉલેજ, નડિયાદ માં તારીખ ૮ ફેબ્રુઆરી ૨૩ ના રોજ  હિન્દી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ‘ અંધેર નગરી ‘ શીર્ષક પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું.આ નાટક પ્રસિદ્ધ લોકોક્તિ ‘અંધેર નગરી  ચૌપટ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા’  પર આધારિત હતું. સાહિત્યનો એક પ્રકાર નાટક છે. આ નાટય પ્રકારની કેવલ લેખિત સ્વરૂપમાં જ નહીં પણ અભિનીત સ્વરૂપમાં વિદ્યાર્થીઓ સમજી શકે તે માટે આધુનિક હિન્દી નાટકકાર અને ગદ્યના જનક ભારતેન્દુ હરિશ્ચંદ્ર નું ‘અંધેનગરી ચૌપટ રાજા ટકે શેર  ભાજી ટકે શેર ખાજા’ નાટક ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હિન્દી વિભાગના અધ્યાપક  ડૉ. કલ્પનાબેન ભટ્ટ દ્વારા આ નાટકનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું જેમાં મૂળ નાટ્યથી થોડું રૂપાંતર કરીને તેને આધુનિક દ્રષ્ટિથી દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું. હાસ્ય સાથે વ્યંગના હેતુથી રચાયેલું આ નાટક ખૂબ જ સુંદર રીતે હિન્દી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અભિનીત કરવામાં આવ્યું હતું .હિન્દી વિભાગના સેમ-૪ અને સેમ -૬ ના કુલ ૧૬ વિદ્યાર્થીઓ દ્વારા આ નાટકનું સફળ મંચન કરવામાં આવ્યું હતું. નાટ્ય પ્રસ્તુતિ સમયે પ્રોત્સાહન આપવા માટે કોલેજના આચાર્ય  ડૉ.મહેન્દ્રકુમાર દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ આ નાટકની ખૂબ જ પ્રશંસા કરી હતી.આ સાથે હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. રાની મેડમ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.સાથે સાથે અન્ય વિભાગના અધ્યાપકોએ પણ આ નાટક પ્રસ્તુતિ નિહાળીને વિદ્યાર્થીઓના અભિનય બિરદાવ્યા હતા. તારીખ : ૯ ફેબ્રુઆરી ૨૩ હિન્દી વિભાગ દ્વારા  અતિથિ વ્યાખ્યાન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી વિષયના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તેમજ તેઓ સાહિત્યમાં અભ્યાસક્રમ સિવાય અન્ય વિષયથી પણ માહિતગાર થાય તે હેતુથી અનેકવિધ કાર્યક્રમો યોજાય છે. આજ કાર્યક્રમના ભાગરૂપે આજે સેમ ૬ ના અભ્યાસક્રમમાં આવતા તેમજ ભાષાની દૃષ્ટિએ દરેક વિદ્યાર્થી વ્યાકરણ લક્ષી જ્ઞાન મેળવે તે માટે ‘શબ્દશક્તિ અને અલંકાર વિષય પર અતિથિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન માટે ડોક્ટર ધર્મેન્દ્રકુમાર રાઠવાજીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ખૂબ જ સુંદર રીતે ડોક્ટર ધર્મેન્દ્રકુમાર રાઠવાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ‘શબ્દશક્તિ અને અલંકાર’ના અનેક ઉદાહરણો પ્રસ્તુત કરીને વિદ્યાર્થીઓને શબ્દનો મહિમા તેમજ અલંકારનો મહિમા સમજાવી ભાષાલક્ષી જ્ઞાન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. મહેન્દ્રકુમાર દવે,હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.રાનીબેન ગુરુસાહની, ડો. કલ્પનાબેન ત્રિવેદી , ડૉ. કલ્પનાબેન ભટ્ટ તેમજ ડૉ.ચિરાગભાઈ પરમાર  હાજર રહ્યા હતા. બી.એ. સેમ ૨, ૪ અને ૬ ના હિન્દી વિષયના વિદ્યાર્થીઓ આ વ્યાખ્યાનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. હિન્દી વિભાગના આ બન્ને કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગના અધ્યાપક ડૉ. ચિરાગભાઈ પરમારે કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: