ધોરણ ૧૦ ના ૩૯૩૪૧ તેમજ ધોરણ ૧૨ ના ૧૯૫૨૩ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦-૧૨ ની પરીક્ષાનું કલેકટરશ્રીની અધ્યક્ષતામાં આયોજન
ધોરણ ૧૦ ના ૩૯૩૪૧ તેમજ ધોરણ ૧૨ ના ૧૯૫૨૩ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પરીક્ષા શાંતિપૂર્ણ તેમજ પારદર્શક યોજવા માટેનું સઘન આયોજન
દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૪ માર્ચ થી ૨૯ માર્ચ સુધી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા લેવાશે. ધોરણ ૧૦ ના ૩૯૩૪૧ તેમજ ધોરણ ૧૨ ના ૧૯૫૨૩ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા પારદર્શક રીતે તેમજ શાંતિપૂર્ણ રીતે યોજાઈ એ માટેનું કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું.પરીક્ષા યોગ્ય રીતે યોજાઈ એ માટે પરીક્ષા સ્થળોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી કાયદો વ્યવસ્થા સહિતનું આયોજન કરાશે. કેન્દ્ર સંવાહકોની મીટીંગ કરી સરળ સંચાલન માટે જરૂરી સુચના આપવામાં આવશે. પરીક્ષા દરમિયાન આડકતરી રીતે સંકળાયેલા માથાભારે અસામાજિક તત્વોને પોલીસની સીધી દેખરેખ હેઠળ મુકાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓને ઓળખપત્ર અપાશે.પરીક્ષા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાશે. પરીક્ષાને લગતા જાહેરનામા બહાર પાડીને તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ભયભીત થયા વિના વિશ્વાસપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટેનું આયોજન કરાયુ હતું.


