દાહોદ તાલુકાના કતવારા ગામેથી પોલીસે એક આઈસર ટેમ્પામાંથી રૂ.૨.૮૩ લાખના જંગી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટક કરી
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના કતવારા ગામેથી પોલીસે નાકાબંધી દરમ્યાન એક આઈસર ટેમ્પામાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૬૭ કુલ કિંમત રૂ.૨,૮૩,૫૬૦ ના પ્રોહી જથ્થા સાથે આઈસર ટેમ્પાની કિંમત મળી રૂ.૭,૮૩,૫૬૦ના મુદ્દામાલ સાથે આઈસર વાહન ચાલકની અટક કર્યાનું જાણવા મળે છે.
બબન ઉર્ફે દેવાભાઈ રાધેશ્યામ ભારતી (રહે.ઝારખંડ) પોતાના કબજાની આઈસર વાહન લઈ ગતરોજ દાહોદ તાલુકાના કતવારા ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં નાકાબંધી કરી આવતા જતાં વાહનોની તલાસી લેતા હતા તે સમયે આ આઈસર ટેમ્પાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૬૭ જેમાં કુલ બોટલો નંગ.૧૯૯૨ જેની કુલ કિંમત રૂ.૨,૮૩,૫૬૦ સાથે ૫ લાખની આઈસર ગાડી મળી કુલ રૂ.૭,૮૩,૫૬૦ ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ચાલકની અટક કરી કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
—————————————————————————