ઝાલોદ નગરપાલિકા દ્વારા બે મહિના અગાઉ સ્વર્ણિમ સર્કલ થી ફતેપુરા રોડ સુધી નવો રોડ હલ્કી ગુણવત્તાનો બનાવતા ધોવાઈ ગયો.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરપાલિકા દ્વારા બે મહિના અગાઉ સ્વર્ણિમ સર્કલ થી ફતેપુરા રોડ સુધી નવો રોડ હલ્કી ગુણવત્તાનો બનાવતા ધોવાઈ ગયો
નગરપાલિકા વોર્ડ નં : 2 ના કાઉન્સિલર રજાક પટેલ, સાયરાબેન ટીમીવાલા, નુરજહાબેન પઠાણ દ્વારા રોડ ફરી બનાવવા માંગ કરાઈ
દાહોદ કલેક્ટર ઓફિસ, ઝાલોદ પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર, મામલતદાર કચેરી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરને આ અંગે લેખિત જાણ કરી તપાસ કરવા માંગ કરાઈ
ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 નાં કાઉન્સિલરો રજાક પટેલ, સાયરાબેન ટીમીવાલા, નુરજહાબેન પઠાણ દ્વારા એક લેખિત અરજી દાહોદ કલેક્ટર ઓફિસ, પ્રાંત કચેરી, ચીફ ઓફિસર, મામલતદાર કચેરી ને લેખિત અરજી દ્વારા જણાવવામાં આવેલ છે કે ઝાલોદ ખાતે સ્વર્ણિમ સકઁલ થી ફતેપુરા રોડ સુધી નવો રોડ બે માસ અગાઉ બનાવેલો તે રોડ ગૌરવ કન્સ્ટ્રકશન દ્વારા બે માસ અગાઉ બનાવવામાં આવેલ હતો. જે રોડ 10,50,000 ના ખર્ચે બનાવવામાં આવેલ હતો. પરંતુ આ રોડ હલ્કી કક્ષાનો બનાવવામાં આવતા આખો રોડ ઉખડી ગયેલ છે અને રોડ આખો ધોવાણ થઈ ગયેલ છે તેમજ રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલ છે તેથી વોર્ડ નંબર 2 ના કાઉન્સિલરો દ્વારા આ કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવેલ છે તેમજ આ કોન્ટ્રાક્ટર ને નગરપાલિકા દ્વારા બિલ ચુકવેલ હોય તો આ રોડની તપાસ કરી જે રકમ ચુકવેલ હોય તો તે રીકવર કરવામાં આવે તેમજ આ રોડ ફરી બનાવવા માટે માંગ કરવામાં આવેલ છે.