શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ( National Deworming Day) ની સમજ આપવામાં આવી

ફરહાન પટેલ સંજેલી

શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં કૃમિનાશક દિવસ અંતર્ગત કૃમિનાશક ગોળીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી

સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધાવિદ્યાલયમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત તારીખ-૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ શુક્રવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રસરોરી – સબ સેન્ટર સંજેલી દ્વારા શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને કૃમિ નાશક ગોળીઓ આપવામાં આવી હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરી CHO સ્વાતિબેન દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ( National Deworming Day) ની સમજ આપવામાં આવી હતી.એમને જણાવ્યું હતું કે ખાસ કરીને આ રોગ બાળકો માટે સંવદનશીલ હોય છે કૃમિનો રોગ બાળકોના જીવનની ગુણવત્તા ઘટાડી શકે છે, શારીરિક વૃદ્ધિ અને માનસિક વૃદ્ધિ અવરોધે એવું જણાવ્યું હતું સાથે સાથે આ રોગના લક્ષણ અને રોગ ન થાય તેની સાવચેતી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.આશાવર્કર અરુણા બેન અને તાલીમાર્થી રમેશભાઈ દ્વારા કૃમિનાશક ગોળીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીના સ્ટાફ ગણ સંગાડા અશ્વિનભાઈ,, નિકિતાબેન સેલોત, ચૌધરી કિરણબેન,મકવાણા અલકાબેન હાજર રહ્યા હતા અને શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ.મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો. આમ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!