નડિયાદ રીયલ એસ્ટેટ એન્ડ ડેવલોપર્સ એસોસિયેશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
નરેશ ગનવાણી બ્યૂરો ચીફ – નડિયાદ
નડિયાદ રીયલ એસ્ટેટ એન્ડ ડેવલોપર્સ એસોસિયેશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
નડિયાદ: આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાતના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલ છે. આથીજ રીયલ એસ્ટેટ સેકટરને ગ્રોથ એન્જીન ગણવામાં આવે છે. અમારી સંસ્થા કેડ્રોઇ સાથે જોડાયેલ ૪૦ સીટી ચેપ્ટરના સભ્યો રાજયની વિકાસ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. આ જંગી જત્રીના મામલે સંસ્થાના હોદ્દેદારો અને સંસ્થા સાથે જોડાયેલ ૪૯ સીટી ચેપ્ટરના હોદ્દેદારો તેમજ તેના પ્રતિનિધિઓએ ૬ ફેબ્રુઆરીનારોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂમાં મળીને જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા અંગે રજૂઆત કરી સરકાર દ્વારા જંત્રીના અમલ અંગે કોઈ પણ પ્રકારનો સુધારો ફેરફાર કરવામાં આવ્યા નથી. રાજ્ય સરકાર દવારા જંત્રીમાં ઘરખમ વધારાનો જે કઠોર નિર્ણય લેવામાં આવેલ છે. તેના પરિણામે ગુજરાતનો વૈશ્વિક ધોરણે થઈ રહેલા વિકાસ અટકી જશે અને રાજ્યના મોટા શહેરો સિવાય તમામ નાના શહેરો, તાલુકાઓ, ગામડાઓને ઘણીજ અસર થશે. જેનાથી સામાન્ય નાગરીકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમજ ખેડુતો પણ પાયમલ થઇ જશે. આથી રાજયના વિકાસ અને જનહિતમાં સરકાર દવારા જંત્રીના દરમાં કરેલ વધારા અંગે પ્રજાલક્ષી સુધારો કરવામાં આવે તેવી અમારી માંગણી છે. તેમજ રાજયના વિશાળ
હિતમાં વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવીને જંત્રીના દરને તર્કસંગત બનાવવા વાસ્તવિક પરિસ્થિતિને અવલોકન લઇને ગ્રાઉન્ડ લેવલ પર સર્વે કરાવીને, નવેસરથી વેલ્યુઝોન
બનાવીને તેમજ જનપ્રતિનિધિના સૂચનો મેળવીને જંત્રી તૈયાર કરીને ત્યારબાદજ જંત્રીનો અમલ કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે.



