તા. ૦૯-૦૧-૨૦૨૦ થી તા. ૨૫-૦૧-૨૦૨૦ સુધી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ દોરી અને સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુક્કલના ઉપયોગ-વેચાણ ઉપર પ્રતિબંધ

દાહોદ, તા.5
દાહોદ જિલ્લામાં ઉત્તરાયણનું પર્વ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ પર્વના દિવસો અગાઉથી જ લોકો પતંગ ચગાવાનો આનંદ માણતા હોય છે. પરંતુ ઉત્સવના ઉત્સાહમાં કેટલાંક લોકો દ્વારા ચાઇનીઝ તુક્કલ ઉડાવવામાં આવે છે જેનાથી આગ અકસ્માતના મોટા બનાવોની શક્યતા રહેલી છે. ઉપરાંત કેટલાંક લોકો દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે કાચ પાવડર ઘસીને તૈયાર કરેલી સિન્થેટીક દીરોનો ઉપયોગ કરવામાં આવે છે જે પક્ષીઓ અને માણસો માટે પણ પ્રાણઘાતક નીવડતી હોય જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિજય ખરાડી દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ તા. ૦૯-૦૧-૨૦૨૦ થી તા. ૨૫-૦૧-૨૦૨૦ સુધી કોઇ પણ તહેવાર, ઉત્સવ, પ્રસંગ કે મેળાવડા દરમ્યાન આ મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આકાશમાં પતંગ ચગાવવા માટે કાચનો પાવડર ઘસીને તૈયાર કરેલી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી કે માંઝાનો ઉપયોગ કરવો નહી. સ્કાય લેન્ટર્ન – ચાઇનીઝ તુક્કલ સળગાવીને ઉડાવવા નહી. વીજળીના તાર પર લંગર નાખીને પતંગ કે દોરી ઉતારવાનો પ્રયાસ કરવો નહી.સવારના ૬.૦૦ થી ૮.૦૦ કલાક અને સાંજના ૧૭.૦૦ થી ૧૯.૦૦ કલાક દરમ્યાન આકાશમાં પક્ષીઓની અવર-જવર વધુ રહેતી હોવાથી આ સમયગાળા દરમ્યાન પતંગ ચગાવવા કે ઉડાવવા નહી.
પતંગ અને દોરી વેચવાનો ધંધો કરનાર વેપારીઓ કે અન્ય કોઇ પણ વ્યક્તિએ પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ દોરી અને સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુક્કલની આયાત, સગ્રહ કે વેચાણ કરવું નહી.
આ જાહેરનામું તા. ૦૩-૦૧-૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૫ હેઠળ સજાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: