ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરમાં ચાલતી ગેરકાયદેસર માંસ મટનની દુકાને નોટિસ ચોંટાડી તાળાં મારવામાં આવ્યા
રિપોર્ટર -પંકજ પંડિત : ઝાલોદ
ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરમાં ચાલતી ગેરકાયદેસર માંસ મટનની દુકાને નોટિસ ચોંટાડી તાળાં મારવામાં આવ્યા ચીફ ઓફિસર દીપસિંહ દ્વારા હાઈકોર્ટના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી આસરે 17 જેટલી દુકાનોને તાળા મારવામાં આવ્યા
ગુજરાત હાઈકોર્ટના નિયમ મુજબ ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરાવવા આદેશ આપ્યો હતો તે અંતર્ગત ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા નગરપાલિકાના સ્ટાફ તેમજ પોલિસ તંત્રને સાથે રાખી હાઈકોર્ટના નિયમ મુજબ નગરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવામાં આવ્યા હતા અને દરેક દુકાને નોટિસ ચોંટાડી તાળાં મારવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા નગરના દરેક વિસ્તારમાં જઈ આસરે 17 જેટલી ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓ બંધ કરાવવામાં આવ્યા હતા તેમજ જ્યાં સુધી નવી કોઈ સૂચના કે માહિતીના મળે ત્યાં સુધી દુકાનો નહીં ખોલવા ફરમાન આપવામાં આવ્યું હતું તેમજ ગેરકાયદેસર ચલાવતા મટન સોપના કોઈ પણ વ્યાપારી સરકારના નિયમનું ઉલ્લંઘન કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.