મહુધામાં બંધ હવેલીમાં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી ગઇ.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

મહુધામાં બંધ હવેલીમાં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી ગઇ નડિયાદ: મહુધામાં આગનીઘટના બનતાં મહુધા અને નડિયાદફાયરબ્રિગેડના કર્મચારીઓ દોડી આવ્યા હતા. શહેરમાં સ્વામિનારાયણ મંદિર પાસેની વિસાનીમાં વૈષ્ણવ સમાજની સાત સ્વરૂપની બંધ હવેલીમાં આગ લાગી હતી. આ હવેલીના ઉપરના માળે કોઈ કારણોસર આગ લાગતાં લાકડાની પીઢો હોવાથી આગે જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.  સ્થાનિકોએ તરતજ ફાયરબ્રિગેડ જાણ કરી આ આગને મહુધા નગરપાલિકાના ફાયરફાયટર અનેનડિયાદ નગરપાલિકાના ફાયરફાયટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. લગભગ એક કલાકની ભારે જહેમતબાદ આગને  કાબુ મેળવી દેવામાં આવ્યો હતો. આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી અને હવેલી બંધ રહેતા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી તેવુ ફાયર વિભાગે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!