સાગટાળા પોલિસે ઝાબ ગામે વચલા ફળિયામાં ખેતર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપ્યું.
પાથિક સુતરીયા
દાહોદ તા. ૧૧
સાગટાળા પોલિસે દે.બારીયા તાલુકાનાં ઝાબ ગામે વચલા ફળિયામાં મકાઈના વાવેતરવાળા ખેતરમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી ખેતરમાં આવેલા આંબાના ઝાડ નીચેથી રૂા. ૭૮ હજાર ઉપંરાતની કિમતના ભારતીય બનાવટના વિદેશી દારુ તથા બીયરનો જથ્થો પકડી પાડી કબ્જે લીધાનું જાણાવ મળ્યું છે.દે.બારીયા તાલુકાના ઝાબ ગામના વચલા ફળિયામાં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ બારીયાએ તેના જ ગામનાં તેનાજ ફળિયામાં રહેતા ભીમસીંગભાઈ પ્રતાપભાઈ બારીયાનાં મકાઈના વાવેતરવાળા ખેતરમાં આંબાના ઝાડ નીચટે વિદેશઈ દારુ બીયરનો જથ્થો ઉતારી રાખેલ છે. તેવી બાતમી આધારે પોલિસની ટીમ દર્શાવ્યા મુજબનાં ભીમસીંગભાઈ પ્રતાપભાઈ બારીયાના મકાઈના વાવેતરવાળા ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. ૭૨૨૮૯ ની કુલ કિમતના ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારુની પેટીઓ નંગ. ૩ તથા ટીન બીયરની પેટીઓ નંગ. ૨૭ કુલ બોટલ નં. ૭૨૦ ભરેલ પેટી ઝડપી પાડી કબ્જે લીધી હતી જ્યારે પોલિસની રેડ સમયે સ્થળ પર બુટલેગર હાજર ન હોવાથી પોલિસ તેને પકડી પાડી ન હતી. આ સંબંધે સાગટાળા પોલિસે ઝાંબ ગામે વચલા ફળિયામાં ભાવેશભાઈ રમેશભાઈ બારીયા વિરુદ્ધ પ્રોહીનો ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


