ફતેપુરા જૈન મંદિર ખાતે પાંચ વર્ષ પૂર્ણ થતા ધજા રોહણ નું આયોજન કરવામાં આવ્યું.
પ્રવિણ કલાલ ફતેપુરા
ફતેપુરા જૈન મંદિર ખાતે પાંચ વર્ષ પૂર્ણ થતા ધજા રોહણ નું આયોજન કરવામાં આવ્યું હતુંફતેપુરા ખાતે આવેલ જૈન દેરાસર માંઆજે પાંચ વર્ષ પૂર્ણ થતા ધજા રોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા નગરમા વાજતે ગાજતે ભવ્ય શોભા યાત્રા કાઢવામા આવી હતી શોભાયાત્રા મા જૈન સમાજ સહિત મોટી સંખ્યામા નગરજનો જોડાયા હતા આજે જૈન દેરાસર પર પાંચમી ધજા મુંબઈ ના જૈન પરિવાર દ્વારા ચઢાવવામા આવી હતી અને હવે આજીવન ફતેપુરા જૈન દેરાસર પર શ્રીમતિ સોનલબેન રાકેશભાઈ ના પરિવાર દ્વારા ધજા રોહણ કરવામા આવશે તેવી જાહેરાત જય મારાસા કરવામા આવી હતી સાથે શ્રી આદિનાથ શ્વેતાબંર મૂર્તિ પુજક જૈન શ્રી સંઘ ફતેપુરા દ્વારા મહા પ્રસાદ નુ આયોજન રાખવામાં આવ્યુ હતું જેનો ગ્રામજનોએ લાભ લીધો હતો