સંતરામપુર થી ડુંગરપુર આંતરરાજ્ય બસના રૂટમાં ફેરફાર કરવા થયેલ રજૂઆતસામાજિક કાર્યકર્તા ચંપકભાઈ પંચાલ દ્વારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ફતેપુરા ને લેખિતમાં કરેલ રજૂઆત
રિપોર્ટર – શબ્બીરભાઈ સુનેલવાલા
સંતરામપુર થી ડુંગરપુર આંતરરાજ્ય બસના રૂટમાં ફેરફાર કરવા થયેલ રજૂઆતસામાજિક કાર્યકર્તા ચંપકભાઈ પંચાલ દ્વારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ફતેપુરા ને લેખિતમાં કરેલ રજૂઆત
ફતેપુરા તાલુકામાંથી પસાર થતી સંતરામપુર ડેપોની સંતરામપુર થી ડુંગરપુર બસ જે સંતરામપુર ડેપો માંથી સવારના 9:00 કલાકે ઉપડી સંતરામપુર થી ફતેહપુરા ફલવા આણંદપુરી ગડી પ્રતાપપુર સાગવાડા થઈને ડુંગરપુર જતી આંતરરાજ્ય એસટી બસનો રૂટ માં ફેરફાર કરવા આ વિસ્તારના સામાજિક કાર્યકર્તા ચંપકભાઈ પંચાલે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ને લેખિતમાં રજૂઆત કરેલ છે ઉપરોક મુજબના રૂટમાં રૂટમાં ફેરફાર કરીને સંતરામપુર થી ડુંગરપુર વાયા ફતેપુરા ફલવા આનંદપુરી કાગળિયા અરથુના આજના ગલીયાકોટ આસપુર સલુબર ઉદયપુર નાથદ્વારા થઈ ચારભુજા રૂટ મુજબ આંતર રાજ્ય બસ ચલાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ફતેપુરા તાલુકા આદિવાસી વિસ્તાર છે અને હિન્દુઓના પવિત્ર તીર્થસ્થાન અને દાઉદી વોરા સમાજના ધાર્મિક સ્થળ આવેલા હોય આમ પ્રજાને તેનો ખૂબ જ સારી રીતે લાભ મળી શકે તેવું હોય તો તાત્કાલિક ધોરણે રૂટમાં ફેરફાર કરી ચાલુ કરવા માટે વિનંતી કરવામાં આવેલ છે



