ધાડના ગુન્હામા છેલ્લા પાંચ વર્ષથી નાસતા કરતા આરોપીને પકડી પાડવામાં જેસાવાડા પોલીસને મળેલ સફળતા
રિપોર્ટર – નીલ ડોડીયાર – SINDHUUDAY NEWS
તા.૧૩/૦૨/૨૦૨૩ ધાડના ગુન્હામા છેલ્લા પાંચ વર્ષથી નાસતા કરતા આરોપીને પકડી પાડવામાં જેસાવાડા પોલીસને મળેલ સફળતા
નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરાડીયા સાહેબ પંચમહાલ- ગોધરા રેન્જ ગોધરા તથા મે પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ જીલ્લા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદનાઓ પો.સ્ટે વિસ્તારના ગુન્હાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ સુચના આપેલ હતી જે સુચના આધારે શ્રી જે.એમ. ખાંટ સર્કલ પોલીસ ઇન્સ. દાહોદ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ અમો એન.એમ.રામી પો.સ.ઇ જેસાવાડા તથા જેસાવાડા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંજાર પો.સ્ટે. (પૂર્વ કચ્છ) ગુ.ર.નં. ૩૦૪/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૯૪, ૩૯૭,૪૫૨,૩૩૨, ૩૩૭, ૧૨૦(બી) મુજબના ગુન્હામા નાસતો ફરતો આરોપી નામે સંદિપભાઇ ભાવસિંગભાઇ જાતે ભાભોર રહે વડવા ભાભોર ફળીયા તા.ગરબાડા જી.દાહોદ નાનો તેના ઘરે હોવાની મળેલ બાતમી આધારે તેના ઘરે જઈ તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા ઝડપી પાડી પો.સ્ટે ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. – કામગીરી કરનાર અધિકારી/કર્મચારી (૧) એન.એમ.રામી પો.સ.ઈ (૨) ઉમેશભાઈ ગોપાળભાઈ અ.હે.કો બ.નં.૫૫૫ (૪) રમીઝખાન નાદીરખાન આ.પો.કો બ.નં.૧૧૩ (૩) રાહુલકુમાર નવલસીંગ અ.પો.કો બ.નં.૮૮૬