દાહોદ ના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી દવારા ટીબીના કુલ33 દર્દી ને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
નીલ ડોડીયાર
પ્રધાનમંત્રી શ્રી ના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ તા 14/02/2023ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટિયા ખાતે દાહોદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી દ્રારા કુલ 33ટીબી ના દર્દી ને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી.
આ કાર્યક્રમમા રેટીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનિલભાઈ માવી, જીલ્લા ક્ષય અઘિકારી શ્રી ડૉ આર. ડી. પહાડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણિયા, મેડીકલ ઓફીસર ડૉ કિંજલ નાયક , આરોગ્ય કર્મચારીઓ સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.