ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ .
રિપોટર નીલ ડોડીયાર – દાહોદ
લીમખેડા તેમજ જુનાગઢ સી ડિવી.પો.સ્ટે.વિસ્તારમા ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ .
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ , પંચમહાલ ગોધરા રેન્જ , ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ જીલ્લા તથા જિલ્લા બહાર લૂંટ , ધાડ તેમજ ઘરફોડ ચોરી , શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારુ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ . | dha જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી . તે દરમ્યાન એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમીયા નાઓની સુચના મુજબ આજરોજ એલ.સી.બી.સ્ટાફની ટીમ લીમખેડા પો.સ્ટે.વિસ્તારમા કાર્યરત હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નીચે મુજબના ગુન્હામા નાસતો ફરતો આરોપી છબીલ ઉર્ફે પીદો સન / ઓફ દલાભાઇ કમજીભાઇ બારીયા રહે.કુંણધા મુખ્ય નિશાળ ફળીયા તા.લીમખેડા જી.દાહોદને નિનામાના ખાખરીયા ચોકડી ઉપરથી વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી , કાયદેસરની કાર્યવાહી કરવા સારુ લીમખેડા પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે . ( ૧ ) લીમખેડા પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં .૦૦૧૦ / ૨૦૨૨ ઇપીકો કલમ ૪૫૪ , ૪૫૭,૩૮૦ મુજબ ( ૨ ) જુનાગઢ સી.ડિવી.પો.સ્ટે.ફ.ગુ.ર.નં .૧૧૨૦૩૦૦૪૨૨૦૪૫૩ / ૨૦૨૨ ઇપીકો કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ , ૧૧૪ મુજબ આમ , લીમખેડા તેમજ જુનાગઢ સી ડિવી.પો.સ્ટે . વિસ્તારમા ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે .