અમૂલ ડેરીના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિભાઇ સોઢા પરમાર નિમણૂક

નરેશ ગનવાણી બ્યરો ચીફ – નડિયા
અમૂલ ડેરીના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિભાઇ સોઢા પરમાર નિમણૂક

આણંદ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના સરદાર પટેલ સભાગૃહ ખાતે પ્રાંત ઓફિસર અને ચૂંટણી અધિકારી ડો.વિમલ બારોટની દેખરેખમાં ચૂંટણી પ્રક્રિયા
શરૂ કરાઇ હતી જેમાં ચેરમેન તરીકે વિપુલભાઈ પટેલ (ડુમરાલ) અને વાઈસ ચેરમેન તરીકે કાંતિભાઈ સોઢા પરમારનું ફોર્મ ભરવામાં આવ્યું હતું અને જે સામે કોઈ ચૂંટણી ફોર્મ ન ભરાતા બન્ને આગેવાનોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.અમૂલ ડેરીમાંથી રામસિંહ પરમાર ચેરમેન સત્તાપદે રિપીટ ન કરતા તેમના સમર્થકોમાં નિરાશા વ્યાપી હતી જ્યારે ચેરમેન પદે જાહેર થયેલ વિપુલભાઈ પટેલ અને વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારના સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી હતી.નવા ચેરમેન અને વાઈસ ચેરમેનને સમર્થકો અને મિત્રોએ ફુલહાર અને ફટકડાઓની આતશબાજીથી વધાવી
લીધા હતા. જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ એ ગરીબ અને મધ્યમ વર્ગ પશુપાલકોનો સંઘ છે આ સંઘમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એ ગરીબ અને મધ્યમ વર્ગ‌ પશુપાલકોનો સંઘ છે આ સંઘમાં સેવા કરવાનો છે મોકો મળ્યો છે જે બદલ હું સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહકારી મંત્રી અમિત શાહ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો આભારી છું. સાથો સાથ અમારા અમારા કમિટીના મેમ્બર પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર નો હું આભાર માનું છું. પશુપાલકોની સેવા કરવામાં સહેજ પણ કચાશ રાખીશું નહીં પરિવર્તન એ સંસારનો નિયમ છે. અમુલ ડેરીનો હાલ ૧૦ હજાર કરોડનું ટર્ન ઓવર છે જે વધારીને ૧૨ થી ૧૪ હજાર કરોડ ટર્ન ઓવર સુધી પહોંચાડીશું. આ ઉપરાંત પશુપાલકોને સારો ભાવ ફેર આપીશું સારું પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રયત્ન કરીશું આ ઉપરાંત ઘાસચારાનો ભાવ વધ્યો છે દાળ નો
ભાવ વધુ છે તેને કંટ્રોલ કરીશું. મહત્વનું છે કે વિપુલભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ હોવા ઉપરાંત  કેડીસીસી જિલ્લા બેંકમાં પણ ચેરમેન છે તેમજ એપીએમસી નડિયાદના પૂર્વ ચેરમેન અને હાલ સભ્ય છે અને આજે એશિયાની સૌથી નામાંકિત અમુક ડેરીના પણ તેઓ ચેરમેન બન્યા છે.જેથી તેઓના પ્રયત્નો થકી ચરોતરના કોંગ્રેસના અગ્રણી સહકારી આગેવાનોને ભાજપમાં જોડવામાં સફળ થયા છે.વળી તેઓની આગેવાનીમાં જ ભાજપ ખેડા જિલ્લામાં તમામ ૬ વિધાનસભા બેઠકો જીતવામાં સફળ થયુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: