વસો તાલુકા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ૫ર સાયકલ રેલીનું આયોજન કરાયું
નરેશ ગનવાણી બ્યરો ચીફ – નડિયાદ
વસો તાલુકા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ૫ર સાયકલ રેલીનું આયોજન કરાયું
નડિયાદ: મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી નડીયાદ તેમજ તાલુકા હેલ્થ. અઘિકારી વસો ના માર્ગદર્શન હેઠળ વસો માં તાલુકા માં ૧૧ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ૫ર બિન સંક્રમિત રોગોથી બચવા માટે અને પયાર્વરણ ના બચાવ માટે ના શુભ આશયથી સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ૨૪૧ લાભાર્થીઆએ ભાગ લઇને સાયકલ ચલાવી હતી. સાયકલ ૫ર આરોગ્યલપ્રદ જીવનશૈલીના સૂત્રો( ખુશ અને સકારાત્માક જીવન જીવો, તંદુરસ્ત અને આરોગ્ય પ્રદ ખોરાક લો,નિયમીત રીતે આરોગ્યી તપાસ કરાવો, નિયમીત કસરત કરો,તમાકુ,માદક ના સેવનથી દૂર રહો, ફાસ્ટ ફૂડ ખોરાક ન લો, પુષ્કળ પ્રવાહી પીવો,ઓછામાં ઓછી ૬-૮ કલાક ની ઉંઘ લો ) થકી સુંદર સંદેશ ૫ણ આ૫વાનો પ્રયાસ કરવામાં આવેલ .અત્રે ઉલ્લેકખનીય છે કે દર માસની ૧૪ તારીખે આ રીતે સાયકલ રેલીનું આયોજન દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ૫રથી કરવામાં અવશે. જેનો વઘુમાં વઘુ નાગરીકો લાભ લે.