ઠાસરા પાસે ત્રિપલ અક્સ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા, ચાર લોકો ઈજાગ્રસ્ત થયા

નરેશ ગનવાણી – બ્યુરોચિફ – નડિયાદ
ઠાસરા પાસે ત્રિપલ અક્સ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા, ચાર લોકો ઈજાગ્રસ્ત થયા

ઠાસરાના કાલસર પાસે બુધવારની મોડી રાત્રે બેકાબુ એસટીબસએ ટ્રેક્ટરને અડફેટે લીધુ અને ટ્રેક્ટર પાછળ આવતી ઈકો કાર ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં ત્રીપલ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. સદનસીબે ત્રિપલ અકસ્માતમાં મોટી જાનહાની સર્જાઈ નહોતી. ૪ વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. આ અકસ્માત કરનાર એસટીનો ચાલક નશામા ધૂત હોવાથી  રોગ સાઈડે ઘૂસી ગયો હતો. અકસ્માતના પગલે બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર પાસે ત્રીપલ અકસ્માતની ઘટના બની છે. બુધવારની મોડી રાત્રે કાલસર પાસે નડિયાદ-ભદ્રાસા-નડિયાદ જતી બસ ના ચાલક દેશી દારૂના નસામા બસ હંકારી બસના સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવી રોડની રોગ સાઈડે બસને ચલાવી સામેથી આવતાં ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાવ્યુ હતું. જોરદાર અથડાતા ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. ઘાયલ તમામ વ્યક્તિઓને સારવાર અર્થે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા ટ્રેક્ટર ચાલક અને ટ્રેકટર પર સવાર લોકો ફંગોળાઈને રોડ પર પડ્યા હતા. આ સાથે આ ટ્રેક્ટરની પાછળ ટ્રોલી ની પાછળ આવતી ઈકો કાર પણ આ ટ્રેક્ટરની ટ્રોલીમા ઘૂસી ગઈ હતી. અને ટ્રોલીમા બેઠલા અને ઈકો કાર સહિત ટ્રેક્ટર ચાલક અને અન્ય એક ઈસમ મળી કુલ ૪ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લોકો ઘટના સ્થળે દોડી જતાં ઘાયલ તમામ વ્યક્તિઓને  સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા છે. આ ત્રિપલ અકસ્માત મામલે પરથભાઈ જેસંગભાઈ ચૌહાણએ ડાકોર પોલીસમાં  એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. નશામાં ધૂત બસના ચાલકે અકસ્માત કરતાં બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આવા નશાખોર ચાલકોને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી ફરજ મોકૂફ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!