સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધામાં ખેડા જિલ્લાની દીકરી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધામાં ખેડા જિલ્લાની દીકરી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી
રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા આખા રાજ્યમાં દર વર્ષે સ્વામી વિવેકાનંદ લેખિત કવિઝનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ખેડા જિલ્લામાં લેવાયેલી કવિઝમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, ગુતાલની પ્રિયંકા સુમનભાઈ તળપદા નામની દીકરી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી હતી. સમગ્ર રાજયના જિલ્લામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું સન્માન રાજકોટ ખાતે સન્માન યોજવામાં આવ્યું હતું. જેમાં સરકારી હાઇસ્કૂલ ગુતાલની વિધાર્થિનીનું રાજકોટ ખાતે રાજ્ય કક્ષાનું સન્માન કરવામાં આવ્યું. અગાઉ પણ આ શાળાની દીકરીનું રાજ્ય કક્ષાએ સન્માન થઈ ચૂક્યું હતું. શાળાના આચાર્ય હેમંતભાઈ કા.પટેલે વિજેતા વિદ્યાર્થિની તેમજ ક્વિઝ ઇન્ચાર્જ પારસ દવેને શુભેચ્છા પાઠવી હતી.