દાહોદ જીલ્લાના માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી મેડમની બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત
અજય સાસી
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે 8.45 કલાકે ઓચિંતી મુલાકાત દરમ્યાન ફરજ પર કેટલા કર્મચારી હાજર છે અને કેટલા ગેરહાજર છે તેનું નિરીક્ષણ કર્યું અને જે કર્મચારી ગેરહજાર હતા તેમને કારણ દર્શક નોટિસ આપી ઍક દિવસ નો બિન પગાર કરવામાં આવ્યો તેના માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રીને સૂચના આપવામાં આવી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સ્વચ્છતા વિશે પણ ચર્ચા કરવામાં આવી.આજ પ્રમાણે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના અનુસાર તમામ આરોગ્ય કેન્દ્ર પર જીલ્લા અને તાલુકાના અઘિકારીશ્રી દવારા સરપ્રાઇઝ વિઝિટનું આયોજન કરવામાં આવેલ છે જેથી કરીને ગામના લોકોને સમય સર સારવાર મળી રહે તેમજ યોજનાકીય તમામ લાભ મળી રહે.