દાહોદમાં ગામ દીઠ ૭૫ ખેડૂતો ખેતી કરતા થાય એ માટેના અભિયાનની સમીક્ષા બેઠક યોજાઇ.
નીલ ડોડીયાર
વડાપ્રધાનશ્રીના આહ્વાન મુજબ ગામ દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના આયોજન અને કરેલી કામગીરીના સમીક્ષા માટે કલેકટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ગત તા.૧૬ ના રોજ સભા ખંડ, કલેક્ટર કચેરી, દાહોદ ખાતે બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં ખેતીવાડી, બાગાયત, પશુપાલન, કેવીકે અને આત્મા યોજના હેઠળ ફરજ બજાવતા તમામ અધિકારીશ્રીઓને કરેલી કામગીરીનુ સમીક્ષા અંતર્ગત આગામી સમયમાં ગામ દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના માટે કરવાની થતી કામગીરી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને યોગ્ય વેચાણ વ્યવસ્થા કરી આપવા, તેમજ સારા ભાવ મળી રહે તે માટે ખાસ પ્રયત્નો કરવા અધ્યક્ષ સ્થાનેથી જણાવાયું હતું.
તદ્દઉપરાંત, પ્રાથમિક તબ્ક્કામાં ખેડુતોને વેચાણ માટે તાલુકા કક્ષાએ આવેલ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વેચાણ વ્યવસ્થા શરૂ કરવા જણાવાયું હતું. તેમજ આ કામગીરીની દર અઠવાડિયે બેઠક યોજી સમીક્ષા કરવાની સૂચના અપાઇ હતી. બેઠકમા કામગીરી સલગ્ન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.