ઝાલોદ નગર પાલિકાને એમ.જી.વી.સી.એલ દ્વારા સ્ટ્રીટ લાઈટ અને વૉટર વર્કસના લાઇટ બિલ ભરવા નોટિસ ફટકારાઈ.
પંકજ પંડિત ઝાલોદ
અંદાજીત બે કરોડ સત્યાસી લાખ પંચાવન હજાર રૂપિયા નગરપાલિકા દ્વારા ભરવાના બાકી
નાણાં નહીં ભરાયતો 18-02-2023 ના રોજ થી સ્ટ્રીટ લાઇટ બંધ થવાના સંકેત
અંદાજીત બે કરોડ સત્યાસી લાખ પંચાવન હજાર રૂપિયા નગરપાલિકા દ્વારા ભરવાના બાકી
નાણાં નહીં ભરાયતો 18-02-2023 ના રોજ થી સ્ટ્રીટ લાઇટ બંધ થવાના સંકેત
એમ.જી.વી.સી.એલ તરફ થી ઝાલોદ નગર પાલિકાના બાકી નીકળતા નાણા ભરવા માટે ચીફ ઓફીસરને 24 કલાકની મુદત આપતી નોટિસ આપવામાં આવેલ છે. નોટિસમાં જણાવ્યા અનુસાર ઝાલોદ નગર પાલિકાની સ્ટ્રીટ લાઈટ અને વૉટર વર્કસના વીજ બિલના 48.80 લાખ અને વોટર વર્કસના 238.75 લાખ આમ બંને થઇ કુલ 287.55 લાખનું બિલ ભરપાઇ કરવાનું બાકી છે. જે સંદર્ભે ઝાલોદ નગર પાલિકાને 17-02-2023 સુધી બિલ ભરવાની નોટીસ નગરપાલિકાને આપવામાં આવેલ છે. જો નગરપાલિકા દ્વારા રકમ ભરવામાં નહીં આવેતો 18-02-2023 ના રોજ થી સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કસના કનેક્શન કાપવા માટેની નોટિસ વીજ કંપની દ્વારા આપવામાં આવેલ છે. જો નગર પાલિકા વીજ બિલ નહીં ભરેતો સ્ટ્રીટ લાઇટ બંધ થતાં નગરમાં અંધારપટ છવાઈ જશે. આ અંગે નગરજનોમાં ચર્ચાનો વિષય બની ગયેલ જોવા મળી રહેલો છે.


