સીમળીયા બુઝર્ગ ગામતળનો 48 વર્ષીય યુવક ખેતર જવા નું કહી ગુમ થતા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ.
પ્ર્તિનિધિ ગરબાડા
બાઈક અને ચપ્પલ નવાફળીયા CHC થી મળ્યા.
પોલીસે યુવકની ભાળ મેળવવા માટે ડોગ સ્કોડની મદદ લીધી
સીમળીયા બુઝર્ગ ગામતળ ફળિયાનો 48 વર્ષીય યુવક મિતેશભાઈ રામચંદ્ર રાઠોડ તારીખ 15 ફેબ્રુઆરીના રોજ સાંજના 7:00 વાગ્યાના અરસમાં તેઓ પોતાના ખેતરે ઘઉં જોવા જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા પરંતુ તેઓ મોડી રાત સુધી ઘરે નહીં ફરતા ફરતા ઘરના લોકો તેમજ ગામ લોકો દ્વારા આજુબાજુના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓમાં મિતેશભાઈ શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. મિતેશભાઇ નો કોઈ પત્તો મળ્યો ન હતો. મિતેશભાઇ ન મળતા ગામ લોકો અને પરિવારના સભ્ય દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રામજનો અને પોલીસ દ્વારા તપાસ કરતા મિતેશભાઈ ની બાઈક અને ચપ્પલ ગરબાડાના સામુહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યા હતા તે દિશામાં પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારની પણ તપાસ કરી હતી. અને મિતેષ ભાઈ ની ભાળ મેળવવા માટે પોલીસે ડોગ સ્કોડ ની પણ મદદ લેવાઈ હતી.પરંતુ આ સમાચાર લખાય ત્યાં સુધી યુવકને કોઈ ભાળ મળી ન હતી. પોલીસે આ સંદર્ભે ગુમથનાર મિતેષભાઈ ની વધુ તપાસ હાથ ધરી.