દેવગઢબારિયા નગરના સ્મશાન ખાતે ગેસ આધારિત નવીન સગડીની પૂજા કરાઈ.

પથિક સુતરીયા દે.બારિયા

આજરોજ શિવરાત્રીના દિવસ દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા સ્મશાન નવીનીકરણ નો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જેની કામગીરી હાલ પણ ચાલી રહી છે સ્મશાનમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બુદ્ધ જેવા ભગવાનની મૂર્તિ ની સ્થાપના કરી આજરોજ શિવરાત્રીના પાવન દિવસે તેની પૂજન વિધિ રાખવામાં આવી હતી સાથે દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ સ્વ જશવંતલાલ ધનસુખલાલ શાહ તથા મધુબેન જશવંતલાલ શાહના સ્મરણારથી તેમના પુત્ર હરેશભાઈ તથા સોહિલભાઈ અને પુનિતભાઈ શાહ પરિવાર દ્વારા 17,50,000 ની ગેસ ફર્નિશ સગડી દાનમાં આપવામાં આવી હતી જેનું આજરોજ ડેમોસ્ટ્રેશન સાથે તેની પૂજા અર્પણ વિધિ અને ભગવાનની મૂર્તિની સ્થાપના ની પણ પૂજા પણ વિધિ દેવગઢબારિયા સ્મશાન ખાતે નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચાર્મી નિલ સોની કારોબારી ચેરમેન સજજનબા ગોહિલ નગરપાલિકા સદસ્ય તથા જય માતાજી ગરબા મંડળ ના મુકેશભાઈ જીગર , હૃદયકાંત બારીયા તથા સેવાભાવી લોકો અને નગરપાલિકાનું સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અંતિમ ક્રિયા માટે દેવગઢબારિયા નગરના સ્મશાન ખાતે ગેસ આધારિત નવીન સગડીની પૂજા વિધિ સાથે કરવામાં આવી હતી આ બાબતે નગરપાલિકા પ્રમુખ ડો ચાર્મી સોની સાથે વાત જણાવ્યું કે સ્મશાન ની નવીનીકરણની કામગીરીમાં લાકડાનો રૂમ અને બાથરૂમની કામગીરી ચાલે છે બાકી 80% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 17,50,000 નું દાન આપનાર દાતા નો આભાર માન્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: