નડિયાદ આડીનાર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
મહુધા તાલુકાના અલીણામાં રહેતા ભોજાણી પરિવારના મોભી મોટર સાયકલ પર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો આ બનાવ મામલે ચકલાસી પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મહુધા તાલુકાના અલીણા ગામે ૨હેતા ૪૫ વર્ષિય લક્ષ્મણભાઈ કાંતિભાઈ ભોજાણી પોતાનું મોટર સાયકલ લઈ પીપળાતા લગ્નમાં જવા નીકળ્યા હતા અને તેઓ નડિયાદ પાસેની આડીનાર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતી કાર ના ચાલકે ઉપરોક્ત મોટર સાયકલને ટક્કર મારી હતી. જેના કારણે મોટર સાયકલ ચાલક લક્ષ્મણભાઈ રોડ પ૨ ફંગોળાઈને પડ્યા હતા. આથી તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘવાયેલા બાઈક ચાલકને તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવારની જરૂર હોવાથી લક્ષ્મણભાઈને અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા રસ્તામાં તેમનું મોત નિપજ્યુંહતું. આ બનાવ મામલે તેમના નાનાભાઈ બળવંતસિંહ ભોજાણીએ ઉપરોક્ત કારચાલક સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.