ઝાલોદ બ્રહ્માકુમારીઝ ખાતે ૮૭મી ત્રીમૂર્તિ જયંતિ નિમિત્તે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ

ઝાલોદ બ્રહ્માકુમારીઝ ખાતે ૮૭મી ત્રીમૂર્તિ જયંતિ નિમિત્તે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ

અખિલ ગુજરાત શિવ મહોત્સવના ઉપક્રમે યોજાયેલ શિવ અવતરણ થી સ્વર્ણિમ ભારતનો કાર્યક્રમ યોજાયો

આજ રોજ 19-02-2023 રવિવારના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે અખિલ ગુજરાત શિવ જયંતિના ઉપક્રમે શિવ અવતાર થી સ્વર્ણિમ ભારતના વિષય પર શિવ સંદેશ સ્નેહ મિલન યોજાયો હતો. આ પ્રોગ્રામમાં રાજ યોગીની બ્રહ્માકુમારી સુરેખા દીદી દ્વારા આશીર્વચન આપવામાં આવેલ હતું.
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય દ્વારા દરેક વિસ્તારોમાં શિવરાત્રીના ઉત્સવ નિમિત્તે શિવ જયંતિ ઉજવાઈ રહેલ છે તે અનુક્રમે નગરમાં આવેલ બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે આજ રોજ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. સહુ પ્રથમ બ્રહ્માકુમારીઝના મીતા દીદી દ્વારા આમંત્રિત સહુ લોકોનું શબ્દો રૂપી પુષ્પ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નાની બાલિકાઓ દ્વારા સ્વાગત રૂપી ખૂબ જ સુંદર નૃત્ય કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બ્રહ્માકુમારીઝના સુરેખાદીદી તેમજ ઉપસ્થિત સહુ લોકો દ્વારા દિપ પ્રજ્વલિત કરી શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પરમ પિતા પરમાત્મા શિવના નિરાકાર સ્વરૂપ વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી. સનાતન કાળથી શિવ બાબા સમગ્ર બ્રહ્માંડમાં દેવાધિદેવ તરીકે પૂજાતા આવ્યા છે અને સમગ્ર દેવી દેવતાઓ પણ તેમને આધીન છે તેમ સુંદર સારાંશ આપવામાં આવ્યો હતો.
ઝાલોદ નગરમાં આવેલ પ્રહાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા દરેક ગામોમાં જઈ માનવ જીવનના ઉત્થાન માટે સામાજિક તેમજ આધ્યાત્મિક કાર્યક્રમો કરવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં નગરના સહુ અગ્રણી આમંત્રિત મહેમાનો પધારેલ હતા તેમજ છેલ્લે સહુ ઉપસ્થિત લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: