નડિયાદ પાસે મરીડામા વ્યાજખોરોએ ઉંચુ વ્યાજ માગીને હેરાન કરતા પોલીસ ફરિયાદ
નરેશ ગનવાણી બ્યુરોચિફ – નડિયાદ
નડિયાદ પાસે મરીડામા વ્યાજખોરોએ ઉંચુ વ્યાજ માગીને હેરાન કરતા પોલીસ ફરિયાદ
નડિયાદના મરીડામાં પિતા અને દિકરીના સારવાર માટે લીધેલા નાણાંથી વ્યાજના ચક્રમાં ફસાયો છે. બે વ્યાજખોરોએ ઊંચા વ્યાજ માંગતા અંતે આ બંન્ને સામે નડિયાદ પોલીસમા ફરિયાદ નોંધાઈ નડિયાદ તાલુકાના મરીડા ગામે રહેતા હસમુખભાઈ રાવજીભાઈ ચૌહાણે આજથી ત્રણેક વર્ષ પહેલા દીકરી અને પિતાના સારવાર માટે ગામમાં રહેતા મુકેશભાઈ રામાભાઇ ચૌહાણ અને ગામમાંજ ધંધો કરતા રાકેશભાઈ મોતીલાલ સોમાની પાસેથી વ્યાજે નાણાં લીધા હતાં.તે સમયે આ બંને વ્યાજખોરો પાસે હસમુખભાઈએ રૂપિયા ૫ હજાર માંગતા આ નાણાંનું ૧૦ ટંકા વ્યાજ અને મુકેશભાઈ ચૌહાણ પાસેથી રૂપિયા ૧૦ હજારનું બમણું વ્યાજના હપ્તા હતા. આ ઉપરાંત આ મુકેશભાઈ ચૌહાણ વ્યાજ પેટે આપેલી રકમમાં હસમુખભાઈનો સહી વાળો કોરો ચેક પણ લીધો હતો. રૂપિયા ૫ હજારનું પંદર હજાર જેટલું વ્યાજ આપી દીધું હતું તેમ છતાં વધુ ૩ હજાર અને ઉપરોક્ત ૧૦ હજારનુ સિધુ ૬૦ હજાર વ્યાજ પેટે બાકી હોવાનું જણાવી આ બંન્ને વ્યાજખોરો અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા તેમજ મોબાઈલ ઉપર ધાકધમકીઓ આપતા હતા. જેથી કંટાળીને આજે હસમુખભાઈ ચૌહાણ વ્યાજખોરો સામે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.