નડિયાદમાં કેવાયસી ના નામે મોબાઇલ પર લિંક મોકલી ને ગઠિયાએ રૂપિયા ઉપાડી લીધી
નરેશ ગનવાણી બ્યુરોચિફ – નડિયાદ
નડિયાદમાં કેવાયસી ના નામે મોબાઇલ પર લિંક મોકલી ને ગઠિયાએ રૂપિયા ઉપાડી લીધી
નડિયાદમાં એક ધંધાર્થીને કેવાયસી અપડેટ કરવાના બહાને છેતરાયો છે. મોબાઈલ પર લીંક આવતાં ઓપન કરી વિગતો આપતા રૂપિયા ૨૮ હજાર ઉપડી ગયા હતા. આ સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નડિયાદ પાસે પીજ ગામ રહેતા વિશાલભાઈ રમેશભાઈ પટેલ નડિયાદ પશ્ચિમમાં આવેલ જે કે હેન્ડીક્રાફ્ટમાં કારીગર તરીકે કામ કરે છે. ગત આઠમી જાન્યુઆરીએ નોકરએ હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ટેક્સ મેસેજ આવેલો હતો જે મેસેજમા જણાવ્યું હતું કે તમારા બેન્ક એકાઉન્ટ કેવાયસી અપડેટ કરવાની લીંક આવી છે. જેથી વિશાલભાઈએ આ લીંક ઓપન કરતા એક એપ્લીકેશન ડાઉનલોડ થઇ હતી. તેમાં આપેલી વિગતવાર ડિટેલ્સ ભરી હતી. જેમાં બેંક સહિતની ડીટેલ્સ આપી હતી. થોડીવાર બાદ તેમના એકાઉન્ટમાંથી બે ટ્રાન્ઝિક્સનો થયેલા જોવા મળ્યાહતા. જેમાં એક રૂપિયા ૨૫ હજાર અને અન્ય ૩ હજાર, વિશાલભાઈને પોતાની સાથે ઓનલાઇન ઠગાઈ થઈ હોવાનું જાણ થતા તેઓએ બીજા દિવસે બેંકમાં ગયા હતા અને સમગ્ર મામલે તપાસ કરી હતી. ત્યારબાદ આજે નડિયાદ પશ્ચિમ પોલીસમાં વિશાલભાઈએ ૩ વેક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.