કઠલાલ પાસે ટ્રેક્ટરના વિલ નીચે આવી જતાં એક વ્યક્તિ નું મોત નિપજ્યું.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
અરાલ પાસે ઈંટો ભરેલા ટ્રેક્ટર ચાલકે એકાએક બ્રેક મારતાં ટ્રેક્ટરના પડખા પર બેઠેલો વ્યક્તિ ઊછળીને રોડ પર પડ્યા અને ટ્રેકટરનું વ્હિલ ફરી વળતાં ઘટના સ્થળે જ મોત નિપજયું છે. મહેમદાવાદ તાલુકાના પહાડિયા તાંબે ઘોડાસર ગામે રહેતા ૪૫ વર્ષિય મનુભાઈ રામાભાઈ સોઢા પરમાર ભઠ્ઠા પર ઈંટો ભરવાની મજૂરી કામ કરે છે. ગઇ કાલે તેઓ ટ્રેક્ટરમાં ઈંટો ભરીને જતા હતા, ત્યારે કઠલાલના છીપડીથી અરાલ ગામ તરફ જતા હતા. ત્યારે એકાએક ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટરને બ્રેક મારતા ટ્રેક્ટરના પડખા પર બેઠેલા મનુભાઈ સોઢા પરમાર ટ્રેક્ટર પરથી ઉછળીને રોડ ઉપર પડ્યા હતા. બાદમાં ટ્રેક્ટરનુ વ્હિલ મનુભાઈ સોઢા ના શરીર પર ફરી વળતા તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આથી આ બનાવ સંદર્ભે મરણજનારના ભત્રીજા મહેશભાઈ ભયજીભાઈ સોઢા પરમારે કઠલાલ પોલીસમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.