ખરોદા ગામે એક 48 વર્ષીય વ્યક્તિએ અગમ્ય કારણોસર દુકાનમાં ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યા
દાહોદ તાલુકાના ખરોદા ગામે એક 48 વર્ષીય વ્યક્તિએ અગમ્ય કારણોસર દુકાનમાં ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ખરોદા ગામતળ ખાતે ના રહેવાસી અને કટલરીની દુકાન ચલાવતા અકીલભાઈ મોહમ્મદભાઈ ઉમરેઠવાલા નામક વ્યક્તિએ ગતરોજ રાત્રીના સુમારે દુકાનમાં બલ્લી ના હુકમાં મફલર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.ત્યારબાદ સવારે ઘરના સભ્યોને બનાવની જાણ થતા તેઓએ દાહોદ તાલુકા પોલીસનો સંપર્ક કરતા દાહોદ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતકના શબને નીચે ઉતારી પીએમ માટે મોકલી આપી જરૂરી કાગળિયા કરી આગળની તપાસ હાથ ધરી છે.