વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ડુંગરી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી.
પંકજ પંડિત ઝાલોદ
આજ રોજ તારીખ 21/02/2023 ના રોજ ડુંગરી પ્રાથમિક શાળા તાલુકો ઝાલોદ ખાતે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વ ભાગ લીધો કાવ્યપઠન માતૃભાષાના વિવિધ સૂત્રો માતૃભાષા અંતર્ગત વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રીમતી ભારતીબેન ,પરમાર શાળાના શિક્ષકશ્રીઓ અર્ચનાબેન પટેલ દક્ષાબેન પટેલ , અનિલ ડામોરે વિશ્વ માતૃભાષાના ઇતિહાસ વિદ્યાર્થી સમક્ષ રજૂ કર્યો હતો.