ફતેપુરાના પાટવેલ ગામમાં બાળ લગ્નની જાણ થતા જિલ્લા પ્રતિબંધક અધિકારી દ્વારા રોકવામાં આવ્યા.

પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરાના પાટવેલ ગામમાં બાળ લગ્નની જાણ થતા જિલ્લા પ્રતિબંધક અધિકારી દ્વારા રોકવામાં આવ્યા

દાહોદ જીલ્લા માં બાળ લગ્ન નાબૂદ કરવા અંગે અગાઉ જાહેર સમાચાર પત્રો માં બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી દ્વારા લોકો ને આહ્વાન કરવામાં આવેલ, તેનાથી પ્રેરિત થઈ એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા તાલુકાના પાટવેલ ગામ માં સંભવિત બાળ લગ્ન અંગે જાણ કરેલ

બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી નાં માર્ગદર્શન અને સુચનો થી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ તથા પી. એસ. આઈ.શ્રી જી.કે.ભરવાડ અને તેમની ટીમે એક બીજા નાં સહયોગ થી સ્થળ મુલાકાત કરી સંભવિત બાળ લગ્ન અટકાવવા ની કામગીરી કરેલ. વિગત વાર અહેવાલ મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકા ના ભાવરા ગામ ના રહેવાસી વિજયભાઈ વલ્લભભાઈ કરકર , ફતેપુરા તાલુકાના પાટવેલ ગામ ની સગીર કન્યા સાથે સંભવિત બાળ લગ્ન માટે આવવાના હતા

સગીર કન્યા ની જાન સંભવિત લગ્નના સ્થળે પહોંચે તે પહેલા જ બાળ લગ્ન પ્રતિબંધક ટીમ એ સ્થળ પરથી સગીર કન્યા ના પિતા અને માતાનું સંપર્ક કરી સદર બાળકીના ઉંમરના પુરાવા અંગે પૃચ્છા કરેલ ઉમરના પુરાવા ચકાસતા બાળકી , બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ સગીર વયની છે તેવું જાણવા મળેલ ટીમ દ્વારા તાત્કાલિક બાળકીનું રેસ્ક્યુ કરી અને તેના માતા પિતાની અટક કરી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા લઈ આવેલા સગીર બાળકી નાં વાલી વિરુદ્ધ બાળ લગ્ન અટકાયતી પગલાં ની કાર્યવાહી કરવામાં આવેલ

બાળકી નું રેસ્કયું કરી બાળકી ને બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેન નરેન્દ્ર ભાઈ સોની સમક્ષ રજુ કરવાની તજવીજ પૂર્ણ કરેલ, અને જુવેનાઈઝ જસ્ટીસ એક્ટ 2015 સુધારા અધિનિયમ 2021 મુજબ બાળકનાં શ્રેષ્ઠ હિત ને ધ્યાને લઈ બાળકીને કુટુંબમાં પુનઃસ્થાપન કરેલ છે.
પાટવેલ ગામની સગીર કન્યા કે જેના બાળ લગ્ન થવાના હતા એ બાળકીનું રેસકયું કરી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરતા બાળક અને પરિવારને માનસિક આઘાત કે માનસિક રીતે બાળક પડી ના ભાંગે તે માટે તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી મોડી રાતે બાળકીને તેના પરિવારને તેના વાલી અને કુટુંબીજનોને સોંપી છે.
બાળ લગ્ન એક દૂષણ છે તે નાબૂદ થાય તેવી તમામ નાગરિક મિત્રોને ધ્યાનમાં લેવું તે જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!